બોલિવૂડ: પ્રેગનેન્સીની અફવાઓ વચ્ચે સોનાક્ષીએ આપ્યો આ જવાબ
હાલ બોલિવૂડના ગલિયારાથી સમાચાર વાયરલ થયા હતા કે સોનાક્ષી સિંહા પ્રેગ્નેટ છે, પણ શું ખરેખર સ

હાલ બોલિવૂડના ગલિયારાથી સમાચાર વાયરલ થયા હતા કે સોનાક્ષી સિંહા પ્રેગ્નેટ છે, પણ શું ખરેખર સોનાક્ષી સિંહા ગર્ભવતી છે? તેનો જવાબ અભિનેત્રીની પોસ્ટ પરથી મળી જાય છે. તેણે વાયરલ અફવાઓનો જવાબ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી તેના કેપ્શનમાં આપ્યો છે.
થોડા દિવસો પહેલા, જ્યારે સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ દિવાળી પાર્ટીમાં જોવા મળ્યા હતા, ત્યારે સોનાક્ષીની ગર્ભાવસ્થા વિશે અફવાઓ ઉડી હતી. એવું કહેવામાં આવતું હતું કે આ કપલ ટૂંક સમયમાં તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે. હવે, અભિનેત્રીએ પોતે આ અફવાઓ પર મૌન તોડ્યું છે.
આ રીતે અફવાઓેને નકારી
સોનાક્ષીએ એથનિક ડ્રેસમાં તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, "માનવ ઇતિહાસમાં સૌથી લાંબી ગર્ભાવસ્થાનો રેકોર્ડ મારી પાસે છે (આપણા સુંદર અને ખૂબ જ બુદ્ધિશાળી મીડિયા અનુસાર 16 મહિના અને હજી આગળ પણ) માત્ર પેટની આસપાસ હાથ રાખીને પોઝ આપવા બદલ છે. અમારી પ્રતિક્રિયા જાણવા માટે છેલ્લી સ્લાઇડ પર જાઓ અને આ દિવાળી પર ચમકતા રહો." આ રમુજી રીતે, સોનાક્ષીએ તેની ગર્ભાવસ્થાના સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને અફવાઓ ફેલાવનારાઓ પર પણ કટાક્ષ કર્યો છે.
2024માં આ કપલે કર્યા હતા લગ્ન
સોનાક્ષી અને ઝહીર ઇકબાલની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ રહી છે. તેઓ 2017માં સલમાન ખાનની પાર્ટીમાં મળ્યા હતા, અને તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિણમી હતી. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી તેમણે 23 જૂન, 2024ના રોજ કોર્ટમાં લગ્ન કર્યા હતા. જ્યારે પણ તેઓ સાથે જોવા મળે છે, ત્યારે તેમનો મસ્તી-પ્રેમાળ સ્વભાવ ચાહકોને ખૂબ ગમે છે. કામની વાત કરીએ તો સોનાક્ષી નવેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મ "જટાધારા" માં જોવા મળશે.








