મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સંજય મિશ્રા સાથે કોમેડી ફિલ્મમાં આ જાણીતી એક્ટ્રેસ કરશે કામ, શાહરુખ ખાનની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ

સંજય મિશ્રા સાથે કોમેડી ફિલ્મ 'દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી'નું પોસ્ટર રીલિઝ થયું છે જેમાં ક

સંજય મિશ્રા સાથે કોમેડી ફિલ્મમાં આ જાણીતી એક્ટ્રેસ કરશે કામ, શાહરુખ ખાનની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ

સંજય મિશ્રા સાથે કોમેડી ફિલ્મ 'દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી'નું પોસ્ટર રીલિઝ થયું છે જેમાં કયા કયા કલાકારો ફિલ્મમાં જોવા મળશે તેની જાણ થઈ છે. મહિમા ચૌધરી કેટલાક સમયથી ફિલ્મોમાં ટકી રહેવા માટે નાનામોટા રોલ કરી રહી છે. તે હવે સંજય મિશ્રાની આ કોમેડિ ફિલ્મમાં દેખાવાની છે. શાહરુખ ખાન સાથે 'પરદેશ' ફિલ્મથી ડેબ્યૂ કરનારી એકટ્રેસ મહિમા ચૌધરીને કેરિયરમાં ધારી સફળતા મળી ન હતી અને 90ના દાયકામાં અનેક ફિલ્મોમાં દેખાયા બાદ તે ગાયબ રહેવા માંડી હતી. હવે તે છૂટીછવાઈ ફિલ્મોમાં નાનામોટા રોલ કરી રહી છે.  

ઈમરજન્સી ફિલ્મમાં પણ કર્યું હતું કામ

થોડા સમય પહેલાં તે કંગના રણૌતની ફિલ્મ 'ઈમરજન્સી'માં પણ એક નાના રોલમાં દેખાઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફલોપ થઈ હતી અને મહિમાની હાજરીની ખાસ નોંધ લેવાઈ ન હતી. 'દુર્લભદાસ કી દૂસરી શાદી'નું પોસ્ટર રીલિઝ કરી દેવાયું છે અને તે ટૂંક સમયમાં રીલિઝ કરાશે તેવો દાવો થઈ રહ્યો છે. 

આ સમાચાર શેર કરો