મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અનુપમ ખેરે કર્નલ સોફિયા કુરેશીને આપી Bookની ભેટ, જાણો શું કહ્યું

પહેલગામ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓએ હિન્દુ મહિલાઓના સિંદૂર ઉજાડીને ક્રૂર પણ કાયરતા

અનુપમ ખેરે કર્નલ સોફિયા કુરેશીને આપી Bookની ભેટ, જાણો શું કહ્યું

પહેલગામ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓએ હિન્દુ મહિલાઓના સિંદૂર ઉજાડીને ક્રૂર પણ કાયરતાપૂર્વક કાર્ય કર્યું હતું. જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની યોજના બનાવી તેમના ઠેકાણાઓને જમીનદોસ્ત કર્યા હતા. આ મિશનને ભારતીય મહિલાઓએ કંટ્રોલ કર્યું હતું. અને જેનાથી ભારતીય મહિલાઓના પ્રતિક તરીકે ઉભરી આવેલા કર્નલ સોફિયા કુરેશીએ સેનાની પ્રેસ બ્રિફિંગનું નેતૃત્વ કર્યું. હાલમાં જ Bollywoodના પ્રખ્યાત એક્ટર અનુપમ ખેરે સોફિયા કુરેશીની મુલાકાત લીધી હતી. અને તેમણે સોફિયાને પુસ્તક પણ ભેટ કરી, સાથે જ તેની સાથે વાતો કરી તેમણે સોશિયલ મીડીયા પોસ્ટ કરી પોતાનો અનુભવ જણાવ્યો.

જાણો શું કહ્યું Anupam Kherએ 

એક્ટર Anupam Kherએ સોફિયા સાથેની મુલાકાત બાદ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. અને કેપ્શનમાં લખ્યું હતું કે, "તાજેતરમાં હું કર્નલ સોફિયાને મળ્યો અને હું ખૂબ ખુશ છું, સાથે જ ગર્વ પણ અનુભવી રહ્યો છું. મેં તેમને મારું પુસ્તક ભેટમાં આપ્યું. સોફિયા ભારતીય સોનાના ગૌરવ અને હિંમતના પ્રતિક છે. તમારા સ્નેહ અને પ્રશંસા બદલ આભાર! જય હિંદ!" 

Anupam Kherની આવી રહી છે નવી ફિલ્મ

Anupam Kher તેમની નવી ફિલ્મ 'Tanvi The Great' માટે ચર્ચામાં છે. IANSના અહેવાલ મુજબ, Anupam Kherની આ ફિલ્મ 'Tanvi The Great' મધ્ય પ્રદેશ પછી દિલ્હીમાં પણ કરમુક્ત કરી દેવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' દ્વારા આ માહિતી આપી હતી.

આ સમાચાર શેર કરો