મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મનોરંજન જગતથી વધુ એક દુ:ખદ સમાચાર, અભિનેતા સતીશ શાહે દુનિયાને કહ્યું અલવિદા

'સારાભાઈ vs સારાભાઈ' ટીવી સિરિયલથી ફેમસ થયેલ અને અઢળક હિન્દી ફિલ

મનોરંજન જગતથી વધુ એક દુ:ખદ સમાચાર, અભિનેતા સતીશ શાહે દુનિયાને કહ્યું અલવિદા

'સારાભાઈ vs સારાભાઈ' ટીવી સિરિયલથી ફેમસ થયેલ અને અઢળક હિન્દી ફિલ્મોમાં કોમેડી પાત્ર ભજવનાર અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરી તેની પુષ્ટિ આપી છે. સતીશ શાહના મૃત્યુના સમાચારથી મનોરંજન જગતમાં આઘાત લાગ્યો છે. 

અશોક પંડિતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આ સમાચાર આપ્યા

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ઇન્સ્ટાગ્રામ પર સતીશના મૃત્યુના સમાચાર શેર કરતા લખ્યું કે, "ખૂબ જ દુઃખ અને આઘાત સાથે હું તમને જણાવું છું કે અમારા પ્રિય મિત્ર અને તેજસ્વી અભિનેતા સતીશ શાહનું થોડા કલાકો પહેલા કિડની ફેલ થઈ હોવાને કારણે અવસાન થયું હતું. તેમને તાત્કાલિક હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ આપણા ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. ઓમ શાંતિ."

સતીશ શાહે આ ફિલ્મથી કર્યું હતુ ડેબ્યુ, ટીવીમાં પણ નામ બનાવ્યું

સતીશ શાહે સૌપ્રથમ થિયેટરમાં તેમની અભિનય કૌશલ્યનું પ્રદર્શન કર્યું અને પછી "અજીબ દાસ્તાન" (1978)થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમની પ્રખ્યાત ફિલ્મોમાં મુજસે શાદી કરોગી, કલ હો ના હો, કભી હાં કભી ના, હમ સાથ સાથ હૈ, મુઝસે દોસ્તી કરોગે, ઇશ્ક વિશ્ક, હમ આપકે હૈ કૌન, હીરો નંબર 1 જેવી ઘણી ફિલ્મોના નામ છે. સતીશ શાહની કારકિર્દી ટેલિવિઝન પર પણ સફળ રહી. તેમણે ઘણી સુપરહિટ સિરિયલોમાં કામ કર્યું, જેમાં સારાભાઈ vs સારાભાઈ જેવા શો સામેલ છે. તેમના ચાહકો સોશિયલ મીડિયા પર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ સમાચાર શેર કરો