Bollywood: 'દે દે પ્યાર દે 2' ફિલ્મ માટે અજય દેવગને લીધી તગડી રકમ, જાણો અન્ય સ્ટારકાસ્ટે લિધી કેટલી ફી

અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ અભિનીત ફિલ્મ 'દે દે પ્યાર દે 2'ની સ્ટારકાસ્ટની ફી સાથે જોડાયેલી રિપોર્ટ સામે આવી છે. મુખ્ય અભિનેતાએ ફિલ્મ માટે મોટી રકમ લીધી છે, જ્યારે આર માધવન જેવા અભિનેતાને ઓછા પૈસા મળ્યા છે.
બોલિવૂડ અભિનેતા અજય દેવગન તેમની ફિલ્મ 'દે દે પ્યાર દે 2'ને લઈને ચર્ચામાં છે. હાલમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં અજય દેવગને એક મધ્યમ વયના વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે, જેને પોતાની અડધી ઉંમરની યુવતી રકુલ એટલે કે આયેશા સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં આર માધવન પણ છે, જેમણે રકુલના પિતાનું પાત્ર ભજવ્યું છે. હવે આ ત્રણેય મુખ્ય અભિનેતાઓની ફી સાથે જોડાયેલી માહિતી સામે આવી છે, જે આશ્ચર્યજનક છે.
અભિનેતાઓની ફી
એક રિપોર્ટ અનુસાર, 'દે દે પ્યાર દે 2' માટે અજય દેવગને સૌથી વધુ 40 કરોડની ફી લીધી છે. જ્યારે આર માધવનને 9 કરોડ, રકુલ પ્રીતને તેમના પાત્ર માટે 4.5 કરોડ, જાવેદ જાફરીને 2 થી 3 કરોડ અને ગૌતમી કપૂરને 1 કરોડની ફી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મનું બજેટ 100 કરોડ છે અને એવી અપેક્ષા છે કે આ ફિલ્મ બમણી કમાણી કરશે.
ફિલ્મ ક્યારે થશે રિલીઝ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'દે દે પ્યાર દે'માં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા આશિષ મહેરા નામના મધ્યમ વયના વ્યક્તિની છે, જેને પોતાની દીકરીની ઉંમર કરતાં થોડી મોટી આયેશા સાથે પ્રેમ થઈ જાય છે. પહેલા ભાગમાં આશિષના પરિવારને બતાવવામાં આવ્યો હતો, જેમાં તબ્બુએ અજય દેવગનની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. હવે રકુલ એટલે કે આયેશાના પરિવારને બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં આર માધવનએ રકુલના પિતાનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ 14 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.

