સફેદ સાડીમાં આલિયા ભટ્ટની તસવીર વાયરલ, 'લવ એન્ડ વોર'માં જોવા મળશે આ રેટ્રો લુક!
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં તેની આગામી ફિલ્મ "લવ એ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં તેની આગામી ફિલ્મ "લવ એન્ડ વોર" ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે મોટા પડદે જોવા મળશે. દરમિયાન, આ ફિલ્મમાંથી આલિયાના લુકના કેટલાક ફોટા ઓનલાઈન લીક થયા છે, જે હાલ ચર્ચામાં છે.
"લવ એન્ડ વોર" માંથી આલિયાનો લુક જાહેર થયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આલિયા ભટ્ટના ફોટામાં અભિનેત્રી રેટ્રો લુકમાં જોવા મળે છે. જેમાં અભિનેત્રીએ સફેદ સાડી પહેરી, મોટો બન રાખ્યો છે. આલિયાના ચહેરા પર જે હાવભાવ દેખાઈ રહ્યા છે, જે તેના આકર્ષણમાં વધારો કરી રહ્યા છે. આ તસવીરોને લઈ આલિયાના ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ કમેન્ટ કરી રહ્યા છે.
'લવ એન્ડ વોર' વિશે
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં રણબીર કપૂર અને વિક્કી કૌશલ પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ચાહકો પણ તેમને આલિયા ભટ્ટ સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મની વાર્તા વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી, કે તેની રિલીઝ તારીખ વિશે કોઈ અપડેટ નથી. જોકે, મળતા અહેવાલો પ્રમાણે આ ફિલ્મ આવતા વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં આવી શકે છે.








