Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Shah Rukh Khan responded to the pan masala advertisement

Shah Rukh Khan અબજોપતિ હોવા છતાં પણ કરે છે પાન મસાલાનો પ્રચાર! Dhruv Rathee એ કર્યો સવાલ, જાણો કિંગ ખાને શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 18 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Shah Rukh Khan અબજોપતિ હોવા છતાં પણ કરે છે પાન મસાલાનો પ્રચાર! Dhruv Rathee એ કર્યો સવાલ, જાણો કિંગ ખાને શું કહ્યું
સોર્સ : GSTV

કિંગ ખાન ઘણીવાર પાન મસાલાની જાહેરાત કરવા માટે ટ્રોલ થતા રહે છે. આ દરમિયાન તેમનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં શાહરૂખ તમાકુ, સિગારેટ અને કોલ્ડ ડ્રિંકની જાહેરાત કરવાના સમર્થનમાં બોલી રહ્યા છે.

App Store

યૂટ્યૂબર ધ્રુવ રાઠીએ તાજેતરમાં શાહરૂખ ખાનને એક્સ પર ટેગ કરીને પૂછ્યું કે તેઓ દેશના આટલા મોટા કલાકાર હોવા છતાં પાન મસાલાની જાહેરાત કેમ કરે છે. એક્સ પર એક વીડિયો જારી કરીને ધ્રુવ રાઠીએ શાહરૂખને સવાલ કર્યો છે. તેમણે કહ્યું, "સવાલ એ છે કે શું તમને આ એક્સ્ટ્રા 100-200 કરોડ રૂપિયાની ખરેખર જરૂર છે? તમારા મનમાં ઝાંખીને ઈમાનદારીથી આ સવાલ પૂછો. આટલી રકમનું તમે શું કરશો? અને બીજી તરફ વિચારો, જો દેશનો ટોચનો અભિનેતા આ હાનિકારક વસ્તુઓનું પ્રમોશન બંધ કરી દે, તો તેની દેશ પર શું અસર થશે?" શાહરૂખ ખાન, અજય દેવગન અને અક્ષય કુમારને લોકો ઘણીવાર પાન મસાલાની જાહેરાત માટે ટ્રોલ કરતા જોવા મળે છે.

ધ્રુવ રાઠીના આ વીડિયો બાદ શાહરૂખ ખાનનો એક જૂનો વીડિયો ચર્ચામાં આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેમણે કોલ્ડ ડ્રિંકની જાહેરાત કેમ કરી હતી. પાન મસાલા પહેલાં શાહરૂખ સોફ્ટ ડ્રિંકની જાહેરાત પણ કરી ચૂક્યા છે. તેમણે સિગારેટ અને તમાકુ જેવા ઉત્પાદનોની જાહેરાત કરવા અંગે પણ વાત કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં શાહરૂખ ખાને કહ્યું હતું, "હું કોઈપણ ઓથોરીટીને અપીલ કરીશ, તેને પ્રતિબંધિત કરો. તેને આપણા દેશમાં વેચવા ન દો. જો સ્મોકિંગ ખરાબ છે, તો આ દેશમાં સિગારેટનું ઉત્પાદન ન થવા દો. જો તમને લાગે છે કે કોલ્ડ ડ્રિંક ખરાબ છે, તો તેને બનાવાનું બંધ કરી દો... જો તે આપણા લોકોને ઝેર આપી રહ્યું છે, તો તેને બનવા ન દો."

મારી આવકને પણ ન રોકો

આગળ બોલતાં શાહરૂખ ખાને કહ્યું, "જુઓ, મારું લોજીક એ છે કે, તમે તેને રોકતા નથી કારણ કે તે તમને આવક આપે છે. ઈમાનદારીથી કહું તો, તમે કેટલાક ઉત્પાદનોને રોકતા નથી, જો તમને લાગે છે કે તે હાનિકારક છે, પરંતુ તે સરકાર માટે આવક છે. મારી આવકને પણ ન રોકો. હું એક અભિનેતા છું. મારે એક કામ કરવાનું છે અને તેનાથી મારી આવક થાય છે. બહુ સ્પષ્ટ છે, જો તમને કંઈ ખોટું લાગે છે, તો તેને રોકો. તેમાં કોઈ સમસ્યા નથી, બસ તેને બનાવવાનું બંધ કરી દો."

શાહરૂખ ખાનને લગતા સવાલો અંગે ધ્રુવ રાઠીનો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. કોમેન્ટમાં શાહરૂખના ચાહકો તેમને ખૂબ સમર્થન આપી રહ્યા છે. જોકે, શાહરૂખે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી.