મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

રિયાલિટી શૉમાં ધનશ્રી અને ચહલ વિશે અહાનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું, "ધનશ્રી ચહલનું નામ લઈને..."

એક્ટ્રેસ આહાના કુમરા રિયાલિટી શો 'રા

રિયાલિટી શૉમાં ધનશ્રી અને ચહલ વિશે અહાનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું, "ધનશ્રી ચહલનું નામ લઈને..."

એક્ટ્રેસ આહાના કુમરા રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ'માંથી બહાર થઈ ગઈ છે. આ શોમાં તેની સૌથી વધુ વાતચીત ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની ધનશ્રી વર્મા સાથે થતી હતી. એક ઇન્ટરવ્યૂમાં આહાનાએ ધનશ્રી અને ચહલના છૂટાછેડા અંગે પ્રતિક્રિયા આપી છે. આહાનાએ કહ્યું કે શોમાં ધનશ્રી પીડિત બનવાનો નાટક કરી રહી છે.   

શું કહ્યું આહાનાએ? 

'રાઇઝ એન્ડ ફોલ' શો માં ધનશ્રીને હંમેશા ચહલ સાથેના સંબંધો અને છૂટાછેડાને લઈને વાતચીત કરતા જોવા મળી છે. હવે શોમાંથી બહાર થયા બાદ આહાના કુમરાએ ધનશ્રીના સંબંધો વિશે વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે આહાનાને ધનશ્રી વિશે પૂછવામાં આવ્યું તો પહેલા આહાનાએ જણાવ્યું કે તેણે કોઇની ખાનગી જીવનમાં દખલ દેવાનો શોખ નથી.  આહાનાએ સ્પષ્ટ કર્યું શોમાં તેણે ધનશ્રીને તેના લગ્ન વિશે ભાગ્યે જ કોઈ પ્રશ્ન પૂછયો હશે. તેણે કહ્યું કે.'ધનશ્રીના લગ્ન કોની સાથે થયા, કેમ થયા.. મે આ બાબતે ક્યારે નથી પૂછયું, પણ ધનશ્રીએ મને બધુ જણાવી દીધું. તેનાથી અંદાજો આવે છે કે તે આ શોમાં શું કામ આવી છે અને શું રમી રહી છે'. 

શું ધનશ્રી પીડિત બનવાનું નાટક કરી રહી છે? 

આહાનાએ કહ્યું કે, 'ધનશ્રીએ આ શો માં પોતાના અંગત જીવન વિશે ઘણી વાતચીત કરી છે. મને પહેલા એવું નહોતું લાગતું એક મહિલા હોવાના કારણે તે પોતાની વાત શેર કરી રહી છે. પણ સમય વીતી ગયો છતાં પણ એકની એક વાત કરતી હોવાથી આ મુદ્દે મારુ મન ભરાઈ ગયું. મને બિલકુલ પસંદ નથી કે કોઇ શો માં પોતાની અંગતવાત કરી પીડિત બનવાનું નાટક કરે. અમે બધાએ ધનશ્રીની વાત સાંભળી છે. પણ હવે તેને આગળ વધવું જોઈએ'.

આ સમાચાર શેર કરો