Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Trupti, Ananya and Sharvari compete for cast of Chandni Bar 2

Entertainment: "Chandani Bar 2'' માટે તૃપ્તિ, અનન્યા અને શર્વરી હરીફાઈમાં

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Entertainment: "Chandani Bar 2'' માટે તૃપ્તિ, અનન્યા અને શર્વરી હરીફાઈમાં
સોર્સ : GSTV

ફિલ્મ 'Chandani Bar 2'ની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. મૂળ ફિલ્મમાં એક્ટ્રેસ તબુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે પાર્ટ-2માં મુખ્ય ભૂમિકા માટે તૃપ્તિ ડીમરી, શરવરી અને અનન્યા પાંડેના નામ મોખરે છે. નિર્માતાઓ સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે મુખ્ય હિરોઈનની પસંદગી કરવાના  છે. ટૂંક સમયમાં જ કાસ્ટિંગની જાહેરાત થવાની સંભાવના છે.

App Store

ક્યારે થશે ફિલ્મ રિલિઝ?

મૂળ ફિલ્મ 'Chandani Bar' એક બાર ડાન્સરની સ્ટોરી હતી. તબુએ આ ફિલ્મમાં યાદગાર અભિનય કરીને નેશનલ એવોર્ડ મેળવ્યો હતો.  જોકે, પાર્ટ-2માં હાલના સમય પ્રમાણે કોઈ જુદા માહોલ અને જુદાં પાત્રની વાત કહેવાય તેવી સંભાવના છે. જોકે, ફિલ્મનું હાર્દ લગભગ એક સમાન હશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આવતાં વર્ષે 'Chandani Bar' રીલિઝ થયાના 25 વર્ષ પૂરાં થવાનાં છે. તે સમયે જ પાર્ટ 2 રીલિઝ કરાશે.