Entertainment: અરુણ ગોપાલન આગામી ફિલ્મ 'Duryodhan'માં આ એક્શન હીરો નિભાવશે મુખ્ય કિરદાર

સોર્સ : GSTV
મહાભારત આધારિત કથા પર વધુ એક ફિલ્મ બનવા જાઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ડાયરેક્ટર અરુણ ગોપાલન કરી રહ્યા છે.
'Duryodhan'માં દુર્યોધન કોણ?
સમયમાં બોલીવૂડમાં પૌરાણિક-ધાર્મિક કથાઓ પરથી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ શરુ થયો છે. હવે તેમાં વધુ એક અભિનેતાનું નામ ઉમેરાયું છે. ચર્ચાઓ મુજબ જોન અબ્રાહમ મહાભારતનાં પાત્ર દુર્યોધન પરથી બનનારી ફિલ્મમાં દુર્યોધનનું મુખ્ય પાત્ર ભજવવાનો છે.
સેટ અને શૂટિંગની ખાસિયત
જોકે આ ફિલ્મને, પૌરાણિક સેટ-અપમાં જ રજૂ કરવામાં આવી છે. દિરદર્શક અરુણ ગોપાલન આ ફિલ્મને મહાભારતની વાર્તાનો આધાર લઈ આધુનિક સંદર્ભમાં રજૂ કરશે જોકે તે અંગે આગળ કોઈ વધુ વિગતો આવી નથી. જોન અબ્રાહમની તાજેતરની ફિલ્મ 'Tehran'ના ડાયરેક્ટર અરુણ ગોપાલન જ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. ફિલ્મનું શીર્ષક પણ 'Duryodhan' જ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મના શૂટિંગની શરૂઆત ૨૦૨૬થી કરવામાં આવશે.

