25 વર્ષીય અભિનેતાએ કરી આત્મહત્યા, એપાર્ટમેન્ટમાં પંખા પર લટકતો મૃતદેહ મળ્યો
વેબ સિરીઝ જામતારા-2 સિરીઝના સૌથી લોકપ્રિય મરાઠી અભિનેતા સચિન ચંદવાડેએ આત્મહત્યા કરી હોવાન

વેબ સિરીઝ જામતારા-2 સિરીઝના સૌથી લોકપ્રિય મરાઠી અભિનેતા સચિન ચંદવાડેએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેણે માત્ર 25 વર્ષની ઉંમરે જીવન ટૂંકાવ્યું હતુ. 23 ઓક્ટોબરના રોજ સચિન તેના જલગાંવ નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના પરિવારના સભ્યોએ તેને પંખા સાથે લટકતા જોયો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
સોફ્ટવેર એન્જિનિયર હતો સચિન
જલગાંવનો રહેવાસી સચિન પુણે આઈટી પાર્કમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. સચિનને બાળપણથી જ અભિનયનો શોખ હતો અને તે તેની નવી મરાઠી ફિલ્મ "અસુરવન"ની રિલીઝની તૈયારી કરી રહ્યો હતો.
પંખે લટકી જીવન ટૂંકાવ્યું
એક અહેવાલ મુજબ, સચિન 23 ઓક્ટોબરના રોજ તેના જલગાંવ સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના પરિવારના સભ્યોએ તેને પંખા પર લટકતો જોયો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જોકે તેને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ, જેના કારણે તેના પરિવારે તેને બીજા હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી. સચિનનું 24 ઓક્ટોબરના રોજ રાતે લગભગ 1:30 વાગ્યે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ
પરિવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી
સચિનના અકાળ મૃત્યુ બાદ, પોલીસે "આકસ્મિક મૃત્યુ"નો કેસ નોંધ્યો છે. તેની આત્મહત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. 25 વર્ષીય સચિનની આત્મહત્યા અંગે તેના પરિવાર કે "અસુરવન"ના નિર્માતાઓએ હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી..








