મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Kantara Chapter-1: આ ફિલ્મે 2025ની તમામ ફિલ્મોને પાછળ છોડી, આ મામલે બની નંબર વન

2025માં રિષભ શેટ્ટીની કાંતારા ચેપ્ટર-1 બોક્સ ઓફિસ પર ધુમ

Kantara Chapter-1: આ ફિલ્મે 2025ની તમામ ફિલ્મોને પાછળ છોડી, આ મામલે બની નંબર વન

2025માં રિષભ શેટ્ટીની કાંતારા ચેપ્ટર-1 બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. તેણે પહેલા જ અઠવાડિયામાં આ વર્ષની કેટલીક મોટી ફિલ્મોને પાછળ પાડી દીધી છે. હવે કાંતારા ચેપ્ટર-1 આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મને પાછળ છોડી ગઈ છે. 14 ફેબ્રુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની છાવાએ વિશ્વભરમાં 807 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ હતું. આ વર્ષે રિલીઝ થયેલી બીજી કોઈ ફિલ્મ તેની બરાબરી કરી શક્યું નથી. પરંતુ, કાંતારા ચેપ્ટર-1 એ આ ગેમ સંપૂર્ણપણે બદલી નાખી. કાંતારા ચેપ્ટર-1એ વિશ્વભરમાં 818 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ રીતે સામેલ થઈ 200 કરોડ ક્લબમાં

કંતારા ચેપ્ટર-1 જ્યારે રિલીઝ થઈ ત્યારે શરૂઆતના થોડા દિવસો સુધી કન્નડ વર્ઝન દ્વારા કમાણીમાં સિંહફાળો રહ્યો હતો. એ પછી હિન્દી પ્રેક્ષકોએ દ્વારા પણ મોટો સિંહ ફાળો રહ્યો. ફિલ્મે હિન્દી માર્કેટમાં જૂના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવાનું શરૂ કર્યું. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે અહેવાલ આપ્યો છે કે, કાંતારા ચેપ્ટર-1નું હિન્દી વર્ઝન 200 કરોડ ક્લબમાં સામેલ થયું છે. તે વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે.  હવે સૈયારા અને છાવા બે ફિલ્મો તેની ઉપર છે. કન્નડ ફિલ્મ હોવા છતાં ફિલ્મનું હિન્દી ડબ વર્ઝન મોટી કમાણી કરી રહ્યું છે.

કાંતારા ચેપ્ટર-1 ઓક્ટોબરની શરૂઆતમાં થઈ હતી રિલીઝ

કાંતારા ચેપ્ટર-1 ઓક્ટોબરની શરૂઆતમાં રિલીઝ થઈ હતી. એવું પણ નથી કે, આખો મહિનો કોઈ મોટી ફિલ્મો થિયેટરોમાં રિલીઝ નથી થઈ કે જેથી કાંતારા ચેપ્ટર-1ને કોઈ સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હોય. આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની થામા અને હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાની એક દીવાને કી દીવાનીયત પણ દિવાળી દરમિયાન રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મો પણ સારી કમાણી કરી રહી છે, પરંતુ આ કાંતારા ચેપ્ટર-1ની રફતારને તોડી શક્યા નહીં. 

થામાએ છ દિવસમાં આશરે રુપિયા 91 કરોડની કમાણી કરી છે. આ દરમિયાન, એક દીવાને કી દીવાનીયત એ આશરે રુપિયા 41 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ હર્ષવર્ધન રાણેના કરિયરની સૌથી મોટી ફિલ્મ બનવાની કગાર પર ઉભી છે.

આ સમાચાર શેર કરો