ભારતમાં 5 સપ્ટેમ્બરે, પરતું વિશ્વભરમાં 5 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે Teacher’s Day, જાણો તેનો ઈતિહાસ અને મહત્ત્વ
ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્

ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્ભ્રમાં દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસ (World Teacher’s Day) ઉજવવામાં આવે છે. આ દિવસ શિક્ષકોના યોગદાનનું સન્માન કરવાની સાથે તેઓ જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેમજ શિક્ષણમાં સુધારો લાવવા માટે જરૂરી ફેરફારોની ચર્ચા કરવાની તક પણ પૂરી પાડે છે.
તેની શરૂઆત ક્યારે અને શા માટે થઈ?
આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસનું આયોજન યુનિસેફ, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને એજ્યુકેશન ઈન્ટરનેશનલ (EI) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. 5 ઓક્ટોબર, 1966ના રોજ, પેરિસમાં એક પરિષદ યોજાઈ હતી, જ્યાં "Teaching in Freedom" સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંધિમાં શિક્ષકોના અધિકારો, જવાબદારીઓ, ભરતી, રોજગાર અને શિક્ષણમાં સુધારો કરવા માટે ઘણી ભલામણો કરવામાં આવી હતી. 1994માં, 100 દેશોના સમર્થન સાથે, યુનેસ્કો દ્વારા વિશ્વ શિક્ષક દિવસ (World Teacher’s Day) ને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાની ભલામણ સંયુક્ત રાષ્ટ્રમાં પસાર કરવામાં આવી હતી. ત્યારબાદ, 5 ઓક્ટોબર, 1994ના રોજ વિશ્વ શિક્ષક દિવસ ઉજવવાનું શરૂ થયું.
વિશ્વ શિક્ષક દિવસની થીમ
આ વર્ષે વિશ્વ શિક્ષક દિવસની થીમ 'Recasting teaching as a collaborative profession' એટલે કે શિક્ષણને સહયોગી વ્યવસાય તરીકે ફરીથી વ્યાખ્યાયિત કરવું છે. ઘણા શિક્ષકો હજુ પણ એકલતામાં અને મર્યાદિત સંસાધનો સાથે કામ કરે છે. ન તો તેમને યોગ્ય માર્ગદર્શન મળે છે, કે ન સહકર્મચારી સાથે જ્ઞાન શેર કરવાની તક. તેનાથી શિક્ષણની ગુણવત્તા પર જ અસર નથી થતી, પરંતુ શિક્ષકોને લાંબા સમય સુધી આ વ્યવસાયમાં તક પણ નથી શકતા.
આ વર્ષની થીમ એ છે કે જો શિક્ષણને પરિવર્તિત કરવું હોય, તો શિક્ષણને વ્યક્તિગત પ્રયાસથી ભાગીદારી અને સહયોગના વ્યવસાયમાં પરિવર્તિત કરવું જોઈએ. જ્યારે શિક્ષકો વિચારો શેર કરે છે, એકબીજાને સપોર્ટ આપે છે અને જવાબદારીઓ વહેંચે છે ત્યારે જ શિક્ષણ વધુ અસરકારક અને પ્રેરણાદાયક બનશે.
વિશ્વ શિક્ષક દિવસનું મહત્ત્વ
શિક્ષકો ફક્ત પુસ્તકિયું જ્ઞાન નથી આપતા, પરંતુ સમાજમાં સમાનતા, નવીનતા અને પરિવર્તનના બીજ વાવે છે. તેઓ બાળકોને સપના જોવા અને તેને પૂરા કરવાની હિંમત આપે છે. જોકે, પૂરતા સમર્થન, આદર અને તકો વિના, સમગ્ર શિક્ષણ પ્રણાલી નબળી પડી શકે છે.
વિશ્વ શિક્ષક દિવસ 2025 આપણને યાદ અપાવે છે કે શિક્ષણને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે શિક્ષકો અને સહયોગ બંનેની જરૂર છે. જ્યારે શિક્ષણ વ્યવસાય સહયોગ અને સહિયારી જવાબદારી પર આધારિત હશે ત્યારે જ શિક્ષકો તેમની સંપૂર્ણ ક્ષમતાથી બાળકો અને સમાજને માર્ગદર્શન આપી શકશે.
વૈશ્વિક કાર્યક્રમો
2025માં, તેની સૌથી મોટી વૈશ્વિક સભા ઈથોપિયાની રાજધાની અદીસ અબાબામાં યોજાશે. આફ્રિકન યુનિયનના નેતૃત્વમાં વિવિધ દેશોના મંત્રીઓ અને યુનેસ્કો, યુનિસેફ, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને એજ્યુકેશન ઈન્ટરનેશનલ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો એકાંતમાંથી સામૂહિક શક્તિ તરફ કેવી રીતે આગળ વધવું તે અંગે ચર્ચા કરશે. શિક્ષક દિવસ નિમિત્તે વિશ્વભરના વિવિધ દેશોમાં સેમિનાર, વર્કશોપ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.








