આનંદો: વિદ્યાસહાયકોની મોટા પાયે ભરતી, જાણો અરજી કરવાની અંતિમ તારીખ
સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13,852 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત થઈ ગઈ છે. વિદ્યાસહાયકના ફોર્મ 7 નવેમ્બરથી 16 ન

સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13,852 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત થઈ ગઈ છે. વિદ્યાસહાયકના ફોર્મ 7 નવેમ્બરથી 16 નવેમ્બર 2024 સુધી ભરી શકાશે.
13,852 શિક્ષકોની ભરતી કરવામાં આવશે
ધોરણ 1 થી 5માં TET-1 પાસ કરેલ 5 હજાર શિક્ષકોની ભરતી થશે. જ્યારે ધોરણ 6થી 8માં TET-2 પાસ કરેલ 7 હજાર શિક્ષકોની ભરતી કરાશે. તેમજ અન્ય માધ્યમોમાં અન્ય માધ્યમોમાં 1852 શિક્ષકોની ભરતી કરાશે. આમ કુલ કુલ એકથી આઠ ધોરણ સુધી 13852 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઈન અરજી 7 નવેમ્બર 2024થી કરી શકાશે, અરજીની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2024 છે.
આ પણ વાંચો: JOB / નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીમાં 500 જગ્યાઓ માટે નીકળી ભરતી, અહીં જાણો સંપૂર્ણ વિગતો
આ રીતે કરો અરજી
1. સત્તાવાર વેબસાઇટ: https://vsb.dpegujarat.in પર જઈને ભરતી વિભાગમાં નવા નોટિફિકેશન તપાસો.
2. લાયકાત: વિદ્યાર્થી સહાયક પદ માટેની લાયકાત, શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા તપાસો.
3. અરજી ફોર્મ: લાયકાત મુજબ અરજદાર પોતાનું નોંધણી કરો.
4. દસ્તાવેજો અપલોડ કરો: શૈક્ષણિક પ્રમાણપત્રો, ઓળખપત્ર, પાસપોર્ટ સાઈઝ ફોટો, અને જાતિ પ્રમાણપત્ર (જરૂરિયાત મુજબ) અપલોડ કરો.








