Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Nabard recruitment 2026 registration started

Career / નાબાર્ડમાં વિવિધ જગ્યાઓ માટે રજીસ્ટ્રેશન શરૂ થયું, જાણો કોણ કરી શકે છે અરજી

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2026
લાઇવ ટીવીGoogle News
Career / નાબાર્ડમાં વિવિધ જગ્યાઓ માટે રજીસ્ટ્રેશન શરૂ થયું, જાણો કોણ કરી શકે છે અરજી
સોર્સ : gstv

નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) એ એનાલિસ્ટ, નેટવર્ક સિક્યુરિટી એનાલિસ્ટ અને લીડ ઓડિટર સહિત વિવિધ જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. નાબાર્ડમાં આ જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો નાબાર્ડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 26 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકે છે.

App Store

વય મર્યાદા

વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા માટેની વય મર્યાદા પદ દ્વારા નક્કી કરવામાં આવે છે. લઘુત્તમ ઉંમર અનુક્રમે 24, 26, 30 અને મહત્તમ ઉંમર 32, 35 અને 45 વર્ષ છે.

શૈક્ષણિક લાયકાત

વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય સંસ્થામાંથી BE અથવા BTech ડિગ્રી અને અન્ય જરૂરી લાયકાત હોવી આવશ્યક છે.

અરજી ફી

અરજી કરવા માટે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે. બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફી 700 રૂપિયા અને સૂચના ફી 150 રૂપિયા છે. SC, ST અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો મફતમાં ફોર્મ ભરી શકે છે. જોકે, SC અને ST કેટેગરીના ઉમેદવારોએ સૂચના ફી તરીકે 150 રૂપિયા ચૂકવવા પડશે.

અરજી કરવાની રીત

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ nabard.org ની મુલાકાત લો.
  • વેબસાઈટના હોમપેજ પર APPLY HERE વિભાગ પર ક્લિક કરો.
  • પછી બધી જરૂરી વિગતો કાળજીપૂર્વક દાખલ કરો.
  • ફોર્મ ભર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.
  • આ પછી રજીસ્ટ્રેશન ફી ચૂકવો.
  • છેલ્લે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.