Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Vacancy in LIC graduates can apply

JOB / LICમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નીકળી વેકેન્સી

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2025
લાઇવ ટીવીGoogle News
JOB / LICમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નીકળી વેકેન્સી
સોર્સ : GSTV

ગ્રેજ્યુએટ ઉમેદવારોને ભારતીય જીવન વીમા નિગમ (LIC) માં નોકરી કરવાની તક છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) એ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો 22 સપ્ટેમ્બર સુધી સત્તાવાર વેબસાઈટ lichousing.com પર જઈને આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પરીક્ષા ફી જમા કરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.

App Store

એપ્રેન્ટિસની કુલ 192 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદ કરાયેલા ઉમેદવારોનો એપ્રેન્ટિસશિપ સમયગાળો 12 મહિનાનો રહેશે. ચાલો જાણીએ કે અરજી કરનાર ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ અને પસંદગી કેવી રીતે કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારે 1 સપ્ટેમ્બર, 2025 સુધીમાં કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હોવી જોઈએ, પરંતુ 1 સપ્ટેમ્બર, 2021 પહેલા નહીં. અરજદારની ઉંમર 20 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમર ગણતરી 1 સપ્ટેમ્બર 2025થી કરવામાં આવશે.

અરજી ફી

જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 944 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે SC, ST અને મહિલા ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે 798 રૂપિયા ચૂકવવાના રહેશે. દિવ્યાંગ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે 472 રૂપિયા ચૂકવવાના રહેશે.

પસંદગી કેવી રીતે કરવામાં આવશે?

એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષામાં અલગ અલગ વિષય સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે. પરીક્ષામાં કુલ 100 MCQ પૂછવામાં આવશે અને સમય 60 મિનિટનો રહેશે. પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં હાજર રહેવું પડશે.

કેટલો પગાર આપવામાં આવશે?

એપ્રેન્ટિસશીપનો સમયગાળો 12 મહિનાનો રહેશે અને 1 નવેમ્બરથી શરૂ થશે. પસંદ કરાયેલ ઉમેદવારને 12,000 રૂપિયા પ્રતિ માસ. વધુ માહિતી માટે, તમે જારી કરાયેલ નોટિફિકેશન ચેક કરી શકો છો.