Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Recruitment for engineering graduate in Indian Army TGC-145

Indian Army TGC-145 / એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટે સેનામાં જોડાવાની તક, અહીં જાણો પાત્રતા અને અન્ય વિગતો

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
Indian Army TGC-145 / એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટે સેનામાં જોડાવાની તક, અહીં જાણો પાત્રતા અને અન્ય વિગતો
સોર્સ : gstv

ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-145) માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભારતીય સેનામાં TGC-145 કોર્સમાં જોડાવા માંગતા ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. આ કોર્સ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 29 ઓક્ટોબર બપોરે 3:00 વાગ્યા સુધી પોતાનું ફોર્મ ભરી શકે છે.

App Store

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમરની 1 જુલાઈ, 2027થી ગણતરી કરવામાં આવશે. આ કોર્સ માટેની વય મર્યાદા 20થી 27 વર્ષની વચ્ચે છે.

શૈક્ષણિક લાયકાત

TGC-145 કોર્સમાં જોડાવા માટે ઉમેદવારોએ માન્ય સંસ્થામાંથી BE, BTech, અથવા MSc પૂર્ણ કરેલ હોવું જોઈએ.

અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ, રજીસ્ટ્રેશન વિભાગ પર ક્લિક કરો.
  • બધી જરૂરી વિગતો કાળજીપૂર્વક દાખલ કરો.
  • ફોર્મ ભર્યા પછી, જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  • છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

પસંદગી કેવી રીતે થશે?

ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ પ્રક્રિયાના આધારે કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને SSB ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુમાં લાયક ઠરનારાઓને મેડિકલ ટેસ્ટ માટે આમંત્રિત કરવામાં આવશે. મેડિકલ ટેસ્ટ પછી મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જે ઉમેદવારોના નામ મેરિટ લિસ્ટમાં આવશે તેઓ આ કોર્સમાં પ્રવેશ માટે પાત્ર બનશે.