Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Recruitment for more than 400 posts in Railways

JOB / રેલ્વેમાં 400થી વધુ જગ્યાઓ માટે નીકળી ભરતી, ખૂબ જ નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2025
લાઇવ ટીવીGoogle News
JOB / રેલ્વેમાં 400થી વધુ જગ્યાઓ માટે નીકળી ભરતી, ખૂબ જ નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
સોર્સ : GSTV

જો તમે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ પેરામેડિકલ કેટેગરી હેઠળ એક મોટી ભરતી બહાર પાડી છે. આ વખતે કુલ 434 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 8 સપ્ટેમ્બર 2025 સુધી અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ rrbapply.gov.in પર લોગિન કરવું પડશે. લોગિન કરવા માટે આધાર નંબર અને OTP જરૂરી રહેશે.

App Store

રેલ્વે દ્વારા બહાર પાડવામાં આવેલી કુલ 434 જગ્યાઓમાંથી, સૌથી વધુ ભરતી નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ માટે થઈ રહી છે. આ પોસ્ટ પર 272 ખાલી જગ્યાઓ છે અને તેનો પ્રારંભિક પગાર 44,900 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ફાર્માસિસ્ટ (એન્ટ્રી ગ્રેડ) માટે 105 જગ્યાઓ છે, જેનો પ્રારંભિક પગાર 29,200 રૂપિયા હશે. આરોગ્ય અને મેલેરિયા નિરીક્ષકની 33 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે અને આ માટે પ્રારંભિક પગાર 35,400 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. કેટલીક જગ્યાઓ પર નાની સંખ્યામાં પણ ભરતી કરવામાં આવશે, જેમ કે - ડાયાલિસિસ ટેકનિશિયનની 4 જગ્યાઓ, રેડિયોગ્રાફર (એક્સ-રે ટેકનિશિયન) ની 4 જગ્યાઓ અને ECG ટેકનિશિયનની 4 જગ્યાઓ. તેમનો પ્રારંભિક પગાર 25,500થી 35,400 રૂપિયાની વચ્ચે રહેશે.

કોણ અરજી કરી શકે છે?

આ જગ્યાઓ પર અરજી કરવા માટે લઘુત્તમ વય મર્યાદા પોસ્ટ અનુસાર અલગ અલગ રાખવામાં આવી છે. કેટલીક જગ્યાઓ માટે લઘુત્તમ વય 18 વર્ષ છે, જ્યારે કેટલીક જગ્યાઓ માટે તે 19 કે 20 વર્ષ છે. તેવી જ રીતે, મહત્તમ વય મર્યાદા પણ પોસ્ટ અનુસાર બદલાય છે. કોઈ પોસ્ટ માટે તે 33 વર્ષ છે, તો કોઈ માટે તે 35 વર્ષ અથવા 40 વર્ષ સુધી છે. રેલ્વે દ્વારા જારી કરાયેલ સત્તાવાર નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા તે ચેક કરી શકે છે.

પસંદગી કેવી રીતે થશે?

ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પહેલા કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) થશે. આ પછી, લાયક ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને અંતે મેડિકલ ટેસ્ટ થશે. CBT પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે 1 માર્ક આપવામાં આવશે, જ્યારે ખોટો જવાબ આપવા બદલ એક તૃતીયાંશ માર્ક કાપવામાં આવશે. તેથી, તૈયારી કરતી વખતે ઉમેદવારોએ નેગેટીવ માર્કિંગ ધ્યાનમાં રાખવું મહત્ત્વપૂર્ણ છે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ રેલ્વે ભરતી બોર્ડ indianrailways.gov.in ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહીંથી તમારા પ્રદેશનું RRB પસંદ કરો.
  • 'CEN નંબર...' વિભાગ હેઠળ પેરામેડિકલ ભરતી 2025નું નોટિફિકેશન શોધો.
  • 'ઓનલાઈન અરજી કરો' અથવા 'નવું રજીસ્ટ્રેશન' પર ક્લિક કરો.
  • તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેઇલ ID દાખલ કરીને નવું રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા પછી, પ્રાપ્ત લોગિન વિગતો સાથે લોગિન કરો અને અરજી ફોર્મ ભરો.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો, સાઈન અને સર્ટીફીકેટ જેવા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • કેટેગરી મુજબ અરજી ફી ચૂકવો.
  • બધી ​​માહિતી કાળજીપૂર્વક ચેક કરો અને 'ફાઈનલ સબમિટ' પર ક્લિક કરો.
  • અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો અને તેને તમારી પાસે સુરક્ષિત રાખો.