Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : BSF head constable recruitment on more than 1100 posts

JOB / BSFમાં નીકળી હેડ કોન્સ્ટેબલની ભરતી, 1100થી વધુ છે વેકેન્સી; આ તારીખથી શરૂ થશે અરજી પ્રક્રિયા

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2025
લાઇવ ટીવીGoogle News
JOB / BSFમાં નીકળી હેડ કોન્સ્ટેબલની ભરતી, 1100થી વધુ છે વેકેન્સી; આ તારીખથી શરૂ થશે અરજી પ્રક્રિયા
સોર્સ : GSTV

જો તમને ભારતીય સેનામાં કામ કરવામાં રસ હોય, તો આ સમાચાર તમારા માટે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF એ હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જોકે, આ જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા હજુ શરૂ નથી થઈ. અરજી પ્રક્રિયા શરૂ થયા પછી, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો BSFની સત્તાવાર વેબસાઈટ rectt.bsf.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. જણાવી દઈએ કે આ ભરતી ઝુંબેશ હેઠળ, સંગઠનમાં 1100થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

App Store

આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 24 ઓગસ્ટથી શરૂ થશે, જે 23 સપ્ટેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. રસ ધરાવતા ઉમેદવારોએ 23 સપ્ટેમ્બર 2025ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

ખાલી જગ્યાઓની વિગતો

આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ 1121 જગ્યાઓ ભરવામાં આવશે.

  • હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર): 910 જગ્યાઓ
  • હેડ કોન્સ્ટેબલ (રેડિયો મિકેનિક): 211 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર) ની જગ્યા માટે, ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયોમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે 12મું પાસ કરેલ હોય અથવા 10મું પાસ કરેલ હોય અને રેડિયો, ટેલિવિઝન, ઈલેક્ટ્રોનિક્સ, COPA, જનરલ ઇલેક્ટ્રોનિક્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે જેવા ટ્રેડમાં બે વર્ષનો ITIનો કોર્સ પૂર્ણ કરેલ હોય તેવા લોકો અરજી કરી શકે છે.

હેડ કોન્સ્ટેબલ (રેડિયો મિકેનિક) ની જગ્યા માટે, ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સમાં ફર્સ્ટ ક્લાસ સાથે 12મું પાસ કરેલ હોય અથવા રેડિયો, ટેલિવિઝન, જનરલ ઈલેક્ટ્રોનિક્સ, COPA, ઈલેક્ટ્રિશિયન, ફિટર, IT & ESM, ડેટા એન્ટ્રી ઓપરેટર, ઈક્વિપમેન્ટ મેન્ટેનન્સ, કમ્પ્યુટર હાર્ડવેર, મેકાટ્રોનિક્સ જેવા ટ્રેડમાં ITIનો કોર્સ પૂર્ણ કરેલ હોય તેવા લોકો અરજી કરી શકે છે.

વય મર્યાદા

  • ઓછામાં ઓછા 18 વર્ષ
  • જનરલ કેટેગરી માટે મહત્તમ વય મર્યાદા - 25
  • OBC કેટેગરી માટે મહત્તમ વય મર્યાદા - 28 વર્ષ
  • SC અથવા SC કેટેગરી માટે મહત્તમ વય મર્યાદા - 30 વર્ષ

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં શારીરિક ધોરણ કસોટી (PST) અને શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET) શામેલ હશે, ત્યારબાદ કમ્પ્યુટર આધારિત પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન.

પરીક્ષા પેટર્ન

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા ફક્ત અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં લેવામાં આવશે.
  • MCQ પ્રકારની કમ્પ્યુટર આધારિત પરીક્ષા 2 કલાકની રહેશે.
  • આ પરીક્ષા મુખ્યાલયના ડિરેક્ટર જનરલ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા નક્કી કરાયેલ તારીખ અને સમયે પસંદ કરેલા કેન્દ્રો પર લેવામાં આવશે.
  • કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં એક MCQ માટે 2 માર્ક્સ હશે.

અરજી ફી

જનરલ કેટેગરી, OBC અને EWSના પુરૂષ ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા (પ્રતિ પોસ્ટ) છે. મહિલા ઉમેદવારો અને SC, ST, BSF વિભાગીય ઉમેદવારો, ભૂતપૂર્વ સૈનિકોને કોઈપણ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથી. વધુ વિગતો માટે, ઉમેદવારો BSFની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.