JOB / LICમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 800થી વધુ જગ્યાઓ પર નીકળી ભરતી

ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (AAO) અને આસિસ્ટન્ટ એન્જિનિયર (AE) ની જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો LICની સત્તાવાર વેબસાઈટ licindia.in પર જઈને 8 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. કુલ 841 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
કુલ જગ્યાઓમાં આસિસ્ટન્ટ એન્જિનિયર (AE) ની 81 જગ્યાઓ, આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (સ્પેશિયાલિસ્ટ) ની 410 જગ્યાઓ, આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (જનરલ) ની 350 જગ્યાઓ શામેલ છે. ચાલો જાણીએ કે આ જગ્યાઓ પર અરજી કરનાર ઉમેદવાર પાસે કઈ લાયકાત હોવી જોઈએ અને અરજદારોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે.
લાયકાત શું હોવી જોઈએ?
આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. જ્યારે અરજી કરનારની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. OBCના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં 3 વર્ષ અને SC અને STના ઉમેદવારો માટે 5 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. ઉંમર 1 ઓગસ્ટ 2025થી ગણવામાં આવશે.
અરજી ફી
SC/ST/દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી ફી 85 રૂપિયા છે. જ્યારે અન્ય તમામકેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 700 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
અરજી કરવી કેવી રીતે?
- LICની સત્તાવાર વેબસાઈટ licindia.in ની મુલાકાત લો.
- હોમ પેજ પર આપેલ AAO ભરતી 2025 લિંક પર ક્લિક કરો.
- હવે અરજી લિંક પર ક્લિક કરો.
- ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
- છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
પસંદગી પ્રક્રિયા
આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (AAO) ની જગ્યાઓ માટે અરજદારોની પસંદગી પ્રિલિમ્સ, મેઈન્સ અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. વધુ વિગતો માટે, ઉમેદવારો LIC દ્વારા જારી કરાયેલ સત્તાવાર ભરતી નોટીફીકેશન ચેક કરી શકે છે.

