Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Union Bank Recruitment for the post of Wealth Manager

BANK JOB / યુનિયન બેંકમાં વેલ્થ મેનેજરની જગ્યા માટે નીકળી ભરતી, આ ડિગ્રી હોય તો ભરી લો ફોર્મ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
BANK JOB / યુનિયન બેંકમાં વેલ્થ મેનેજરની જગ્યા માટે નીકળી ભરતી, આ ડિગ્રી હોય તો ભરી લો ફોર્મ
સોર્સ : GSTV

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ વેલ્થ મેનેજરની જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર નોટીફીકેશન બહાર પાડ્યું છે. જે ઉમેદવારો વેલ્થ મેનેજરની જગ્યા માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકે છે. અરજી સંબંધિત અન્ય માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ www.unionbankofindia.co.in ની મુલાકાત લઈ શકે છે.

App Store

પોસ્ટ સંબંધિત વિગતો

આ પોસ્ટ માટેની કુલ 250 જગ્યાઓમાંથી 37 જગ્યાઓ SC ઉમેદવારો માટે, 18 જગ્યાઓ ST ઉમેદવારો માટે, 67 જગ્યાઓ OBC ઉમેદવારો માટે, 25 જગ્યાઓ EWS ઉમેદવારો માટે અને 103 જગ્યાઓ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

વેલ્થ મેનેજરની જગ્યા પર અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ભારતની માન્ય સંસ્થામાંથી MBA, MMS, PGDBA, PGDBM વગેરે જેવી બે વર્ષની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત, ઉમેદવારો પાસે ત્રણ વર્ષનો કામનો અનુભવ પણ હોવો જોઈએ.

વય મર્યાદા

આ પોસ્ટ માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 25 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે, ઉમેદવારોને વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે. SC અને STના ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ, OBCના ઉમેદવારોને વય મર્યાદામાં 3 વર્ષની છૂટ અને દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં 10 વર્ષની છૂટ આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ, સત્તાવાર વેબસાઈટ unionbankofindia.co.in પર જાઓ.
  • આ પછી હોમ પેજ પર આપેલી અરજી લિંક પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર રજીસ્ટ્રેશન કરો.
  • આ પછી લોગ ઈન કરીને અરજી ફોર્મ ભરો.
  • હવે અરજી ફોર્મચેક કરીને ફી જમા કરાવો.
  • આ પછી, અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિન્ટઆઉટ લઈ લો.

પસંદગી કેવી રીતે થશે?

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં, ઉમેદવારોને બે ભાગોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. ભાગ-1માં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, રિઝનિંગ અને અંગ્રેજી વિષયોમાંથી 75 માર્ક્સના 75 MCQ પૂછવામાં આવશે. ભાગ-2માં, ઉમેદવારોને150 માર્ક્સના 75 પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષામાં પસંદ થયેલા ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે.

અરજી ફી

આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી તરીકે 1180 રૂપિયા ઓનલાઈન ચૂકવવાના રહેશે. SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી ફી 177 રૂપિયા નક્કી કરવામાં આવી છે.