Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Recruitment for assistant posts in insurance company

JOB / ઇન્શ્યોરન્સ કંપનીમાં આસિસ્ટન્ટની પોસ્ટ પર નીકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
JOB / ઇન્શ્યોરન્સ કંપનીમાં આસિસ્ટન્ટની પોસ્ટ પર નીકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી
સોર્સ : GSTV

ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (OICL) આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ છે. રસ ધરાવતા ઉમેદવારો નિર્ધારિત છેલ્લી તારીખે અથવા તે પહેલાં કંપનીની સત્તાવાર વેબસાઈટ Orientalinsurance.org.in પર જઈને આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

App Store

આ ભરતી પ્રક્રિયા દ્વારા આસિસ્ટન્ટની કુલ 500 જગ્યાઓ પર ભરતી થવાની છે. પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. ચાલો જાણીએ કે અરજી કરનાર ઉમેદવાર પાસે કઈ લાયકાત હોવી જોઈએ અને ઉંમર કેટલી હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. તે જ સમયે, 12મા ધોરણમાં અથવા ગ્રેજ્યુએશનમાં અંગ્રેજી વિષય હોવો જોઈએ. અરજદારની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારની જન્મ તારીખ 31.07.1995 પહેલાં અને 31.07.2004 પછીની ન હોવી જોઈએ. SC અને ST માટે મહત્તમ વય મર્યાદા 5 વર્ષ અને OBC માટે 3 વર્ષ સુધી છૂટ આપવામાં આવી છે.

અરજી ફી કેટલી છે?

SC, SC અને દિવ્યાંગ કેટેગરી માટે અરજી ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે અન્ય તમામ કેટેગરી માટે અરજી ફી 850 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ, IMPS અને મોબાઈલ વોલેટ દ્વારા ફી ચૂકવી શકે છે.

અરજી કેવી રીતે કરવી?

  • કંપનીની સત્તાવાર વેબસાઈટ Orientalinsurance.org.in ની મુલાકાત લો.
  • હોમ પેજ પર આપેલ કરિયર ટેબ પર જાઓ.
  • અહીં આસિસ્ટન્ટ એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
  • વિગતો દાખલ કરો અને અરજી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.

પસંદગી કેવી રીતે થશે?

આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજદારોની પસંદગી ટિયર 1, ટિયર 2 પરીક્ષાઓ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે. ટિયર 1 પરીક્ષા 7 સપ્ટેમ્બરના રોજ યોજાઈ શકે છે. આમાં સફળ થનારા ઉમેદવારો ટિયર 2 પરીક્ષામાં બેસશે, જેની સંભવિત તારીખ 28 ઓક્ટોબર છે. વધુ માહિતી માટે, તમે જારી કરાયેલ નોટીફીકેશન ચેક કરી શકો છો.