Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : If you also have a good understanding of diet, this can be a good career option

Career/ તમને પણ Dietની સારી સમજ હોય તો આ ફિલ્ડમાં છે JOB Option

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Career/  તમને પણ Dietની સારી સમજ હોય તો આ ફિલ્ડમાં છે JOB Option
સોર્સ : Google

આધુનિક જીવનશૈલીમાં લોકોનું આરોગ્ય દિવસે-દિવસે ખરાબ થતું જાય છે. Obesity(સ્થૂળતા),ડાયાબિટીસ, થાઈરોઇડ, PCOS અને પાચન તંત્રની સમસ્યાઓમાં વધારો થવાને કારણે લોકોને હવે માત્ર સારવાર નહીં, પરંતુ આરોગ્ય માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. એટલે જ આજે આહાર નિષ્ણાત (Nutritionist/Dietitian) બનવું એ એક ઝડપથી ઊભરતી કારકિર્દી બની છે.

App Store

આ ક્ષેત્રમાં કામ કરવા માટે Science આધારિત Diet પ્લાનિંગ, નૈતિક માર્ગદર્શન અને વ્યક્તિગત ઉકેલો પૂરું પાડવાની ક્ષમતા હોવી જરૂરી છે. ભારતમાં હાલ આશરે 5.5 લાખ પોષણ નિષ્ણાતોની જરૂર છે, જ્યારે 2 લાખ લોકોને માટે માત્ર 1 Dietitian ઉપલબ્ધ છે. આ માહિતીથી સ્પષ્ટ થાય છે કે આ ક્ષેત્રમાં વ્યાવસાયિક નિષ્ણાતોની કેટલી મોટી અછત છે.

Dieteticsમાં career માટે ઉપલબ્ધ રસ્તા

Dieteticsમાં career માટે ઘણા રસ્તાઓ ઉપલબ્ધ છે. આ ક્ષેત્રમાં ક્લિનિકલ ડાયટિશિયન તરીકે હોસ્પિટલમાં કામ કરી શકાય છે, જાહેર આરોગ્ય પોષણ (public health nutrition) માટે સામાજિક અભિયાન સાથે જોડાવા મળે છે, તેમજ સ્પોર્ટ્સ ન્યુટ્રિશન, ફૂડ ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન અને રિસર્ચ જેવી દિશાઓ પણ ખુલ્લી છે. આ ઉપરાંત ફૂડ ટેક્નોલોજી અને ન્યુટ્રાસ્યુટિકલ્સ (nutraceuticals) જેવા નવા ક્ષેત્રોમાં પણ યોગ્ય તાલીમ સાથે વધુ Opportunities મળી શકે છે.

Dietitian બનવા શું અભ્યાસ કરવો?

શૈક્ષણિક રીતે, B.Sc. ન્યુટ્રિશન અથવા હોમ સાયન્સના અભ્યાસ બાદ M.Sc. અથવા પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા કરવું લાભદાયક છે. કોર્સ પસંદ કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે Science આધારીત છે કે નહી, તેમજ પ્રેક્ટિકલ માર્ગદર્શન અને મેન્ટોરશિપ વિશે ખાસ તપાસ કરવી. કારણ કે, આ ક્ષેત્રમાં પુસ્તકનું જ્ઞાન કરતા વધુ પ્રેક્ટિકલ સમજણ હોવી જરુરી છે.

આપણે જ્યાં આરોગ્ય અને જીવનશૈલી વિષે વધુ જાગૃત બન્યા છીએ, ત્યાં Dietitianના રૂપમાં એક અર્થપૂર્ણ અને આવકારરુપ Careerનો માર્ગ ખુલ્યો છે. ભારત માત્ર પોતાની જરૂરિયાતો નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ આ ક્ષેત્રમાં આગેવાની લઈ શકે એવી સ્થિતિ ધરાવે છે. તેથી જ જો તમે પણ Dietની બાબતે જાગૃતતા ધરાવતા હોવ અને આ વિષયમાં Intrested હોવ તો તેના પર થોડો વધુ અભ્યાસ કરીને તમે તમારી પસંદગીને તમારા સારા એવા Career Option તરીકે લઈ શકો છો.