JOB / ઈન્ટેલિજન્સ બ્યુરોમાં નીકળી 3 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી, અરજી કરવા માટે જરૂરી છે આ ડિગ્રી

ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ-II (ACIO II) / એક્ઝિક્યુટિવ પરીક્ષા 2025 માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ સ્વીકારી રહ્યું છે. જો તમે પણ ACIO II અથવા એક્ઝિક્યુટિવની જગ્યાઓ પર કામ કરવા માંગતા હોવ, તો આ તમારા માટે એક સુવર્ણ તક છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ mha.gov.in ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ACIO II / એક્ઝિક્યુટિવની જગ્યાઓ પર ભરતી માટે કુલ 3,717 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ, 2025 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો 12 ઓગસ્ટ, 2025 સુધી ઓનલાઈન ફી ભરી શકે છે.
પોસ્ટ સંબંધિત વિગતો
- જનરલ- 1,537 જગ્યાઓ
- EWS- 442 જગ્યાઓ
- OBC- 946 જગ્યાઓ
- SC- 566 જગ્યાઓ
- ST- 226 જગ્યાઓ
વય મર્યાદા
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોની ઉંમર 10 ઓગસ્ટ, 2025ના રોજ 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટ આપવામાં આવશે. SC અને ST ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે અને OBC ઉમેદવારોને વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
ACIO II / એક્ઝિક્યુટિવના પદ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ભારતની માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત, ઉમેદવારોને કમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. ટિયર-1 પરીક્ષામાં, ઉમેદવારોને કરંટ અફેર્સ, જનરલ સ્ટડીઝ, ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ, રિઝનિંગ અને અંગ્રેજી વિષયોમાંથી 100 માર્ક્સના 100 MCQ પૂછવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો એક કલાકનો નક્કી કરવામાં આવ્યો છે, જેમાં દરેક ખોટા જવાબ માટે 1/4 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ હશે. આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને ટિયર-2 પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ટિયર-2 પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે. આ પરીક્ષામાં પસંદ કરાયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે.

