JOB / લેખિત પરીક્ષા વિના ભારતીય સેનામાં ઓફિસર બનવાની તક, જાણો લાયકાત અને પસંદગી પ્રક્રિયા

દેશની સેવા કરવાનું સ્વપ્ન જોતા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે એક સુવર્ણ તક આવી છે

JOB / લેખિત પરીક્ષા વિના ભારતીય સેનામાં ઓફિસર બનવાની તક, જાણો લાયકાત અને પસંદગી પ્રક્રિયા

દેશની સેવા કરવાનું સ્વપ્ન જોતા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે એક સુવર્ણ તક આવી છે. ભારતીય સેનાએ 66મા SSC (ટેકનિકલ) પુરૂષ અને મહિલા કોર્સની જાહેરાત કરી છે, જે એપ્રિલ 2026થી શરૂ થશે. આ કોર્સ માટે ઓનલાઈન અરજીઓ 14 ઓગસ્ટ 2025 સુધી કરી શકાય છે. રસ ધરાવતા ઉમેદવારો સેનાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ ભરતી યોજના એવા યુવાનો માટે છે જે ભારતીય સેનામાં ટેકનિકલ ઓફિસર તરીકે જોડાવા માંગે છે. પસંદ કરાયેલા ઉમેદવારોને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA), ચેન્નાઈ ખાતે તાલીમ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી ઝુંબેશમાં કુલ 379 જગ્યાઓ છે, જેમાંથી લગભગ 350 જગ્યાઓ પુરૂષ ઉમેદવારો માટે અને 29 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, અરજદાર પાસે BE અથવા BTech ડિગ્રી હોવી જરૂરી છે. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, જો તેઓ 1 એપ્રિલ, 2026 સુધીમાં તેમની ડિગ્રી પૂર્ણ કરે અને ટ્રેનિંગમાં જોડાયાના 12 અઠવાડિયામાં સંબંધિત સર્ટીફીકેટ સબમિટ કરે.

જાહેરાત

વય મર્યાદા

આ જગ્યાઓ માટે અરજદારોની ઉંમર 1 એપ્રિલ, 2026ના રોજ ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. અરજદારો ભારતીય નાગરિક હોવા જોઈએ. જે વીરંગનાઓના પતિ ફરજ દરમિયાન શહીદ થયા છે તેમને પણ તક મળશે, તેમના માટે અલગ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા નથી. શૈક્ષણિક માર્ક્સના આધારે શોર્ટલિસ્ટિંગ, પછી SSB ઇન્ટરવ્યુ (જેમાં OIR. PPDT, મનોવૈજ્ઞાનિક અને GTO રાઉન્ડનો સમાવેશ થાય છે) અને મેડિકલ ચેકઅપ દ્વારા પસંદગી કરવામાં આવશે. અંતે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત