Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Bank of Baroda Recruitment 2025 for these posts

BANK JOB / બેંક ઓફ બરોડામાં મેનેજર સહિત આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
BANK JOB / બેંક ઓફ બરોડામાં મેનેજર સહિત આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા
સોર્સ : Google

બેંકિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડાએ મેનેજર અને અન્ય જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ, bankofbaroda.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2025 છે.

App Store

ખાલી જગ્યાઓની વિગત

આ ભરતી અભિયાન હેઠળ, સંસ્થામાં 41 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં,

  • મેનેજર- ડિજિટલ પ્રોડક્ટ્સ: 7 જગ્યાઓ
  • સિનિયર મેનેજર- ડિજિટલ પ્રોડક્ટ્સ: 6 જગ્યાઓ
  • ફાયર સેફ્ટી ઓફિસર: 14 જગ્યાઓ
  • મેનેજર- ઇન્ફોર્મેશન સિક્યોરિટી: 4 જગ્યાઓ
  • સિનિયર મેનેજર- ઇન્ફોર્મેશન સિક્યોરિટી: 4 જગ્યાઓ
  • ચીફ મેનેજર- ઇન્ફોર્મેશન સિક્યોરિટી: 2 જગ્યાઓ
  • મેનેજર- સ્ટોરેજ એડમિનિસ્ટ્રેટર એન્ડ બેકઅપ: 2 જગ્યાઓ
  • સિનિયર મેનેજર- સ્ટોરેજ એડમિનિસ્ટ્રેટર એન્ડ બેકઅપ: 2 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આ ભરતી અભિયાનમાં અલગ અલગ જગ્યો માટે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા જુદા-જુદા નક્કી કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી મેળવવા માટે બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને નોટીફીકેશન ચેક કરી શકો છો.

પસંદગી પ્રક્રિયા 

પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન પરીક્ષાનો સમાવેશ થાય છે, ઓનલાઈન પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને/અથવા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષામાં 225 માર્ક્સ ધરાવતા 150 પ્રશ્નો હશે. જેને સોલ્વ કરવા માટે 150 મિનિટ મળશે.

અરજી ફી કેટલી છે?

આ ભરતી માટે અરજી કરનારા જનરલ, EWS અને OBCના ઉમેદવારો માટે અરજી ફી 850 રૂપિયા છે અને SC, ST, દિવ્યાંગજન, ભૂતપૂર્વ સૈનિકો/આદિવાસી લઘુમતી અને મહિલા ઉમેદવારો માટે 175 રૂપિયા છે. પેમેન્ટ ઓનલાઈન મોડ દ્વારા કરવી જોઈએ. વધુ વિગતો માટે, ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.