Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Anganwadi worker and helper recruitment 2025

JOB / આંગણવાડીમાં 9895 જગ્યાઓ પર નીકળી ભરતી, 10 અને 12 પાસ માટે છે સુવર્ણ તક

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2025
લાઇવ ટીવીGoogle News
JOB / આંગણવાડીમાં 9895 જગ્યાઓ પર નીકળી ભરતી, 10 અને 12 પાસ માટે છે સુવર્ણ તક
સોર્સ : GSTV

આંગણવાડીમાં નોકરી મેળવવાની ઉત્તમ તક છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત દ્વારા આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયક અને મીની આંગણવાડી કાર્યકરની 9895 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે. અરજી ફોર્મ સત્તાવાર વેબસાઈટ e-hrms.gujarat.gov.in પર ભરવાનું રહેશે.

App Store

શૈક્ષણિક લાયકાત

આંગણવાડી કાર્યકર/મીની આંગણવાડી કાર્યકર- આ જગ્યાઓ માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

આંગણવાડી સહાયક- આ જગ્યાઓ માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ૧૦મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા

આંગણવાડી કાર્યકર/મીની આંગણવાડી કાર્યકર- આ જગ્યાઓ માટે વય મર્યાદા 18થી 33 વર્ષ છે.

આંગણવાડી સહાયક- મહત્તમ વય મર્યાદા 43 વર્ષ છે.

કેટલો પગાર આપવામાં આવશે?

આંગણવાડી કાર્યકર/મીની આંગણવાડી કાર્યકર- દર મહિને 10 હજાર રૂપિયા.

આંગણવાડી સહાયક- દર મહિને 5500 રૂપિયા.

પસંદગી પ્રક્રિયા

મેરિટ લિસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ.

કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ, સત્તાવાર વેબસાઈટ e-hrms.gujarat.gov.in પર જાઓ.
  • હવે જરૂરી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરો.
  • આ પછી યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
  • હવે અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ફોર્મ ભર્યા પછી, બધી માહિતી કાળજીપૂર્વક એકવાર ચેક કરો. જો કોઈ ભૂલ હોય, તો તેને સુધારો.
  • બધું બરાબર હોય તો અરજી ફોર્મ સબમિટ કરો.
  • છેલ્લે ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લો.