Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Recruitment for 455 posts in Intelligence Bureau

JOB / ઈન્ટેલિજન્સ બ્યુરોમાં 455 જગ્યાઓ માટે નીકળી ભરતી, આ લાયકાત ધરાવતા ઉમેદવારો કરી શકે છે અરજી

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2025
લાઇવ ટીવીGoogle News
JOB / ઈન્ટેલિજન્સ બ્યુરોમાં 455 જગ્યાઓ માટે નીકળી ભરતી, આ લાયકાત ધરાવતા ઉમેદવારો કરી શકે છે અરજી
સોર્સ : GSTV

સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) એ સિક્યોરિટી આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટની જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 455 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 28 સપ્ટેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. રસ ધરાવતા ઉમેદવારો ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in પર જઈને અરજી કરી શકે છે.

App Store

આ ભરતીમાં, વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. કુલ 455 જગ્યાઓમાંથી, 219 જગ્યાઓ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે. 46 જગ્યાઓ EWSના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. OBC કેટેગરીના ઉમેદવારો માટે 90 જગ્યાઓ, SC કેટેગરીના ઉમેદવારો માટે 51 જગ્યાઓ અને ST કેટેગરીના ઉમેદવારો માટે 49 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

ભરતી માટે લઘુત્તમ લાયકાત 10મું પાસ છે. આ સાથે, ઉમેદવાર પાસે લાઈટ મોટર વ્હીકલ (LMV) નું માન્ય ડ્રાઇવિંગ લાઈસન્સ હોવું આવશ્યક છે. ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવ્યા પછી, ઉમેદવાર પાસે ઓછામાં ઓછો એક વર્ષનો ડ્રાઈવિંગ અનુભવ હોવો આવશ્યક છે. સૌથી મહત્ત્વપૂર્ણ શરત એ છે કે ઉમેદવાર તે જ રાજ્યનો રહેવાસી હોવો જોઈએ જ્યાં તે અરજી કરી રહ્યો છે.

વય મર્યાદા

વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જોકે, અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.

અરજી ફી

જનરલ કેટેગરી, OBC અને EWS ઉમેદવારોએ અરજી ફી તરીકે 650 રૂપિયા ચૂકવવાના રહેશે. અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 550 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

અરજી કેવી રીતે કરવી?

અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. ઉમેદવારોએ પહેલા ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે. આ પછી, ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરીને માહિતી ભરવાની રહેશે. લોગ ઈન કર્યા પછી, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે અને ફી ચૂકવવી પડશે. અરજી ફોર્મ ભર્યા પછી, ઉમેદવારોએ તેની પ્રિન્ટ કાઢી લેવી જોઈએ.

ટોપિક્સ:ib recruitment 2025careerjobgstv