મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

NEET UG માટે રજીસ્ટ્રેશન કરવાનો આજે છેલ્લો દિવસ, આ તારીખથી ખુલશે કરેક્શન વિન્ડો

જો તમે હજુ સુધી NEET UG 2025 માટે અરજી નથી કરી, તો ઉતાવળ કરો, નહીં તો તમે તક ગુમાવી શકો છો. આજે એટલે કે 7 માર્ચ નેશનલ એ

NEET UG માટે રજીસ્ટ્રેશન કરવાનો આજે છેલ્લો દિવસ, આ તારીખથી ખુલશે કરેક્શન વિન્ડો

જો તમે હજુ સુધી NEET UG 2025 માટે અરજી નથી કરી, તો ઉતાવળ કરો, નહીં તો તમે તક ગુમાવી શકો છો. આજે એટલે કે 7 માર્ચ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET UG) 2025 માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે. આ પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ neet.nta.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. NTA એ પહેલાથી જ એક નોટિસ જારી કરી હતી કે ઉમેદવારોએ છેલ્લી ઘડીની ટેકનિકલ ખામીઓ ટાળવા માટે અગાઉથી અરજી કરવી જોઈએ.

NTA 9 માર્ચે NEET UG 2025 અરજી ફોર્મમાં સુધારા માટે કરેક્શન વિન્ડો ખોલશે, જે 11 માર્ચે બંધ થશે. કોઈપણ ઉમેદવાર જે પોતાનું ફોર્મ સુધારવા માંગે છે તે NEETની સત્તાવાર વેબસાઈટ, neet.nta.nic.in દ્વારા સીધી લિંક મેળવી શકે છે.

કયા સુધારા કરી શકાશે?

ઉમેદવારોને પિતાનું નામ અને લાયકાત/વ્યવસાય અથવા માતાનું નામ અને લાયકાત/વ્યવસાય બદલવાની છૂટ છે. આ ઉપરાંત, ઉમેદવારો તેમની શૈક્ષણિક લાયકાતની વિગતો (ધોરણ 10 અને 12), પાત્રતા, કેટેગરી, સબ-કેટેગરી/દિવ્યાંગ, સાઈન અને NEET UGમાં પ્રયાસોની સંખ્યા સુધારી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

  • રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ: 7 માર્ચ
  • કરેક્શન વિન્ડો: 9થી 11 માર્ચ
  • સિટી સ્લિપ રિલીઝની તારીખ: 26 એપ્રિલ
  • એડમિટ કાર્ડ રિલીઝની તારીખ: 1 મે
  • પરીક્ષાની તારીખ: 4 મે (બપોરે 2થી 5 વાગ્યા સુધી)
  • પરિણામની તારીખ (અપેક્ષિત): 14 જૂન

અરજી ફી કેટલી છે?

NEET UG 2025 માટેની અરજી ફી કેટેગરી પ્રમાણે બદલાય છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 1700 રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે OBC (નોન-ક્રીમી લેયર) અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 1600 રૂપિયા ચૂકવવાના રહેશે. SC, ST, PwBD અને થર્ડ જેન્ડર કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ભારતની બહાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપનારાઓએ અરજી ફી તરીકે 9,500 રૂપિયા ચૂકવવા પડશે.

કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ NEETની સત્તાવાર વેબસાઈટ, neet.nta.nic.in પર જાઓ.
  • પછી હોમપેજ પર ‘NEET(UG)-2025 રજીસ્ટ્રેશન અને ઓનલાઇન અરજી ફોર્મ’ પર ક્લિક કરો.
  • તે પછી રજીસ્ટ્રેશન કરો. હવે લોગિન કરો અને ફોર્મ ભરો.
  • હવે ડોક્યુમેન્ટ અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
  • પછી તમારું અરજી ફોર્મ સબમિટ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે કન્ફર્મેશન પેજને ડાઉનલોડ કરો.

આ પરીક્ષા શા માટે લેવામાં આવે છે?

NEET UG એ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે જે MBBS, BDS, AYUSH, વેટરનરી, નર્સિંગ અને લાઈફ સાયન્સ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. રજીસ્ટ્રેશનની સંખ્યાની દૃષ્ટિએ તે ભારતની સૌથી મોટી પરીક્ષાઓમાંની એક છે.

આ સમાચાર શેર કરો