JEE Mains 2026ની અરજીમાં કરવો છે સુધારો? આ તારીખ સુધી ખુલ્લી રહેશે કરેક્શન વિન્ડો

સોર્સ : GSTV
જો તમે JEE Mains 2026 સેશન 1 માટે અરજી કરી છે અને તેમાં સુધારો કરવા માંગો છો, તો આ સમાચાર ખૂબ ઉપયોગી થઈ શકે છે. આજે એટલે કે 1 ડિસેમ્બરના રોજ NTAએ JEE Mains સેશન 1ની અરજીઓ માટે કરેક્શન વિન્ડો ખોલી છે. રસ ધરાવતા ઉમેદવારો જે તેમની અરજીઓમાં સુધારો કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને સુધારો કરી શકશે. JEE Mains 2026 જાન્યુઆરી સેશન માટેની અરજી પ્રક્રિયા 27 નવેમ્બર, 2025 સુધી ચાલી હતી.
અરજીમાં ક્યારે સુધારો કરી શકો છો?
રસ ધરાવતા ઉમેદવારો ફક્ત 2 ડિસેમ્બર, 2025 સુધી જ તેમની અરજીઓમાં સુધારો કરી શકશે. તેથી, ઉમેદવારોને આજે અથવા આવતીકાલે જરૂરી સુધારા કરી લેવાની સલાહ આપવામાં આવે છે
કયા ક્ષેત્રોમાં સુધારો કરી શકાય છે?
- ઉમેદવારનું નામ
- પિતા/માતાનું નામ
- ધોરણ 10 અને 12 શૈક્ષણિક માહિતી
- સ્ટેટ કોડ ઓફ એલિજીબિલિટી
- જન્મ તારીખ (DOB)
- લિંગ (Gender)
- શ્રેણી (Category)
- પેટા-શ્રેણી/PwD સ્થિતિ
- સિગ્નેચર
- પેપરની પસંદગી
- પરીક્ષા શહેરની પસંદગી (કાયમી અથવા વર્તમાન સરનામા પર આધારિત)
- પરીક્ષાનું માધ્યમ (સરનામા પર આધારિત)
સુધારો કેવી રીતે કરી શકાય?
- સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in ની મુલાકાત લો.
- ત્યારબાદ 'Registered Candidate Login' પર ક્લિક કરો.
- ત્યારબાદ, લોગ ઈન કરવા માટે તમારો અરજી નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- હવે ફોર્મમાં જરૂરી વિગતો પસંદ કરો અને સુધારો કરો.
- સુધારો કર્યા પછી સબમિટ બટન દબાવો અને ફેરફારો સેવ કરો.
- છેલ્લે, જો તમે ઈચ્છો તો પ્રિન્ટ કાઢી લો.

