Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : IOCL has announced a bumper recruitment for these candidates

JOB / IOCLમાં નીકળી બમ્પર ભરતી, આ ઉમેદવારો માટે છે શાનદાર તક; જાણો સંપૂર્ણ વિગત

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
JOB / IOCLમાં નીકળી બમ્પર ભરતી, આ ઉમેદવારો માટે છે શાનદાર તક; જાણો સંપૂર્ણ વિગત
સોર્સ : GSTV

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ સરકારી નોકરી ઈચ્છતા યુવાનો માટે બમ્પર ભરતી ઝુંબેશની જાહેરાત કરી છે. IOCLએ દેશભરની વિવિધ રિફાઇનરીઓમાં કુલ 2,755 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ તક એવા લોકો માટે ખાસ છે જેઓ 12મુ ધોરણ, ITI અથવા ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી કારકિર્દી બનાવવા માંગે છે.

App Store

જો તમે લાંબા સમયથી સરકારી નોકરી શોધી રહ્યા છો, તો IOCLની સત્તાવાર વેબસાઈટ iocl.com ની મુલાકાત લઈને અરજી કરી શકો છો. અરજીઓ માટેની અંતિમ તારીખ 18 ડિસેમ્બર, 2025 છે.

શૈક્ષણિક લાયકાત

ઈન્ડિયન ઓઈલના પદો માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. આ સિવાય સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા અથવા ITI સર્ટિફિકેટ પણ જરૂરી છે.

વય મર્યાદા

આ પદ માટે 18થી 24 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે. OBC કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 27 વર્ષ છે. ST અને SC કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 29 વર્ષ છે. PwBD કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 34 વર્ષ છે.

પસંદગી પ્રક્રિયા

આ પદ માટે કોઈ લેખિત પરીક્ષા નહીં હોય. ઈન્ડિયન ઓઇલમાં પસંદગી ફક્ત મેરિટના આધાર પર થશે. આ માટે સૌથી પહેલા શૈક્ષણિક માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.

ટ્રેનિંગનો સમયગાળો

એપ્રેન્ટિસ પદો માટે ટ્રેનિંગનોસમયગાળો 12થી 24 મહિના સુધીનો રાખવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, ઉમેદવારોને નિયમો અનુસાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.

આ ડોક્યુમેન્ટ જરૂરી

  • 10મા અને 12મા ધોરણની માર્કશીટ
  • ITI સર્ટિફિકેટ
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • જાતિ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ઉમેદવારની સાઈન

અરજી કેવી રીતે કરવી?

આ પદ માટે અરજી કરવા માટે, પહેલા IOCLની સત્તાવાર વેબસાઈટ iocl.com ની મુલાકાત લો. હોમપેજ પરથી, IOCL એપ્રેન્ટિસ ભરતી 2025ની લિંક પર ક્લિક કરો અને તમારી અરજી પ્રક્રિયા શરૂ કરો. નવું એકાઉન્ટ બનાવો, લોગ ઈન કરો અને અરજી ફોર્મ ભરો. બધી માહિતી ભર્યા પછી, અરજી ફી જમા કરો અને ફોર્મ સબમિટ કરો.