JOB / IBમાં નીકળી ભરતી, 10 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક; આ તારીખથી શરૂ થશે અરજી પ્રક્રિયા

ઈન્ટલિજન્સ બ્યુરો (IB) માં નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે. ગૃહ મંત્રાલયે મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 362 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. 22 નવેમ્બર, 2025થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે. 10મું પાસ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ mha.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર, 2025 છે. આ ભરતી સરકારી નોકરીઓ માટે તૈયારી કરતા અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
આ ભરતી માટે લઘુત્તમ લાયકાત 10મું પાસ છે. ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર વયમાં છૂટછાટ મળશે. ઉંમર 14 ડિસેમ્બર, 2025થી ગણવામાં આવશે.
અરજી ફી
બધી કેટેગરીના ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાર્જ તરીકે 550 રૂપિયા ચૂકવવાના રહેશે. વધુમાં, જનરલ, OBC અને EWS ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે SC, ST, PwBD, મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકો પાસેથી પરીક્ષા ફી લેવામાં નહીં આવે. તેથી, જનરલ અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ કુલ 650 રૂપિયા ચૂકવવા પડશે અને રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારોએ 550 રૂપિયા ચૂકવવા પડશે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા mha.gov.in પર જાઓ.
- હવે ભરતીની લિંક પર ક્લિક કરો.
- હવે એક નવું પેજ ખુલશે તેમાં તમારું રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન કર્યા પછી લોગ ઈન કરો.
- આ પછી જરૂરી વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરો.
- છેલ્લે, ફી ચૂકવો અને ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

