Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : GATE 2026 exam schedule released it will start on this date

GATE 2026 માટે જાહેર થયું એક્ઝામ શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યા મોડમાં લેવાશે પરીક્ષા

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
GATE 2026 માટે જાહેર થયું એક્ઝામ શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યા મોડમાં લેવાશે પરીક્ષા
સોર્સ : GSTV

GATE 2026 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગુવાહાટીએ GATE 2026 માટે પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કર્યું છે. GATE 2026 પરીક્ષાનું શેડ્યૂલ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (GATE) 2026 માટે રજીસ્ટ્રેશન કરેલા ઉમેદવારો IIT GATEની સત્તાવાર વેબસાઈટ gate2026.iitg.ac.in પર જઈને શેડ્યૂલ ચેક કરી અને ડાઉનલોડ કરી શકે છે. આ સિવાય અરજી માટેની કરેક્શન વિન્ડો પણ ફરીથી ખોલવામાં આવી છે.

App Store

GATE 2026 પરીક્ષા ક્યારે યોજાશે?

GATE 2026 પરીક્ષા 7, 8, 14 અને 15 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. પહેલી શિફ્ટ સવારે 9:30થી બપોરે 12:30 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 2:30 થી સાંજે5:30 વાગ્યા સુધી યોજાશે.

પરીક્ષા CBT મોડમાં લેવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો 3 કલાકનો છે અને તેમાં 30 ટેસ્ટ પેપર્સનો સમાવેશ થાય છે.

અરજીમાં કરેક્શન કરવાની છેલ્લી તારીખ 

અરજીમાં સુધારા કરવા માંગતા ઉમેદવારો 18 નવેમ્બર, 2025ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી કરેક્શન કરી શકે છે.

કરેક્શન કેવી રીતે કરવું?

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • આગળ, હોમપેજ પર ઉપલબ્ધ GATE 2026 રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • તમારી લોગિન વિગતો દાખલ કરશો એટલે તમારું અરજી ફોર્મ ખુલશે.
  • આ પછી અરજીમાં જરૂરી સુધારા કરો અને સબમિટ પર ક્લિક કરો.
  • હવે સુધારેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો.
  • છેલ્લે, ભવિષ્યના સંદર્ભ માટે કરેક્શનની પ્રિન્ટ કાઢી લો.