Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : ICAI begins registration process for CA January 2026 exam

ICAI એ જાન્યુઆરી 2026માં CAની પરીક્ષા માટે શરૂ કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા, અહીં જાણો વિગતો

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ICAI એ જાન્યુઆરી 2026માં CAની પરીક્ષા માટે શરૂ કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા, અહીં જાણો વિગતો
સોર્સ : GSTV

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ જાન્યુઆરી 2026માં CAની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રસ ધરાવતા ઉમેદવારો હવે ફાઉન્ડેશન, ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ કોર્સ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા ICAIની સત્તાવાર વેબસાઈટ, eservices.icai.org પર ચાલુ છે. લેટ ફી વગર અરજી કરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર, 2025 છે, જ્યારે 600 રૂપિયાની લેટ ફી સાથે 19 નવેમ્બર સુધી ફોર્મ સબમિટ કરી શકાય છે. કરેકશન વિન્ડો 20થી 22 નવેમ્બર, 2025 સુધી ખુલ્લી રહેશે, જે દરમિયાન ઉમેદવારો પરીક્ષાનું શહેર અથવા માધ્યમ બદલી શકે છે.

App Store

પરીક્ષાનું શેડ્યૂલ

ફાઈનલ કોર્સ માટે ગ્રુપ Iની પરીક્ષાઓ 5, 7 અને 9 જાન્યુઆરીએ અને ગ્રુપ IIની પરીક્ષાઓ 11, 13 અને 16 જાન્યુઆરીએ લેવામાં આવશે. જ્યારે ઈન્ટરમીડિયેટ કોર્સ માટે ગ્રુપ Iની પરીક્ષાઓ 6, 8 અને 10 જાન્યુઆરીએ અને ગ્રુપ IIની પરીક્ષાઓ 12, 15 અને 17 જાન્યુઆરીએ લેવામાં આવશે. ફાઉન્ડેશન કોર્ષની પરીક્ષાઓ 18, 20, 22 અને 24 જાન્યુઆરી, 2026ના રોજ લેવામાં આવશે.

અરજી પ્રક્રિયા

અરજી કરવા માટે ICAIની વેબસાઈટ, eservices.icai.org પર લોગ ઈન કરો, જો તમે પહેલી વખત અરજી કરી રહ્યા હોવ તો નવું રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ લોગ ઈન કરો. આ પછી પરીક્ષાનું લેવલ (ફાઉન્ડેશન, ઈન્ટરમીડિયેટ અથવા ફાઈનલ) પસંદ કરો, ત્યારબાદ જરૂરી માહિતી, પરીક્ષા કેન્દ્ર, ભાષા માધ્યમ દાખલ કરો અને ડોક્યુમેન્ટ કરો. ફી ચૂકવ્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.

મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા

સંસ્થા વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીની તકનીકી સમસ્યાઓ ટાળવા માટે સમયસર અરજી કરવાની સલાહ આપે છે. ઉમેદવારોને બધા પેપર્સ માટે 15 મિનિટનો વધારાનો રીડીંગ ટાઈમ આપવામાં આવશે (ફાઉન્ડેશન પેપર્સ 3 અને 4 સિવાય). પરીક્ષામાં બેસવા માટે સમયસર અરજી કરવી એ સૌથી મહત્ત્વપૂર્ણ શરત છે.