Career Tips / ઓફિસમાં નાના-મોટા મતભેદોને કેવી રીતે હેન્ડલ કરવા? મદદરૂપ થઈ શકે છે આ ટિપ્સ

વર્કપ્લેસ પર નાના-મોટા મતભેદો સામાન્ય છે, પરંતુ સતત ગેરવર્તણૂક અને બિનવ્યાવસાયિક વાતાવરણ કામને મુશ્કેલ બનાવી શકે છે. આવી પરિસ્થિતિઓમાં, ઘણા લોકોતણાવમાં આવીને પોતાની નોકરી છોડી દે છે. આને રિવેન્જ ક્વિટીંગ કહેવામાં આવે છે, જ્યાં કર્મચારીઓ ફક્ત નવી તક શોધવા માટે જ નહીં પરંતુ ગેરવર્તણૂકનો વિરોધ કરવા માટે પણ નોકરી છોડી દે છે.
આવી પરિસ્થિતિઓ પડકારજનક હોય છે, પરંતુ તેને હેન્ડલ કરવી મુશ્કેલ નથી. જો તમે તમારા વિચારો સ્પષ્ટ અને આદરપૂર્વક વ્યક્ત કરવાનો અભ્યાસ કરો છો, તો પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. આ નાના પગલાં તમારા કામના અનુભવને સુધારી શકે છે અને અચાનક, ભાવનાત્મક રીતે નોકરી છોડવા જેવી સ્થિતિ ટાળી શકાય છે.
શાંતિથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો
અચાનક રાજીનામું આપ્યા પછી નવી નોકરી શોધવાથી અને નવા વાતાવરણમાં એડજસ્ટ થવામાં સમય અને ખર્ચ બંને વધી શકે છે અને શરૂઆતમાં તમારી પ્રોડવિટીમાં પણ ઘટાડો થઈ શકે છે. વધુમાં, આવી ક્રિયાથી મેનેજમેન્ટને એવું લાગી શકે છે કે તમે ભાવનાત્મક રીતે નિર્ણયો લો છો, જે વિશ્વાસ અને તમારી વ્યાવસાયિક છબીને અસર કરી શકે છે. તેથી, કોઈપણ નિર્ણય લેતા પહેલા, શાંતિથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો અને જો જરૂરી હોય તો અન્ય લોકોની સલાહ લો.
ખુલીને વાતચીત કરો
જો તમે કામ પર એકલતા અને તણાવ અનુભવો છો, તો સહકર્મચારી સાથે વાત કરવાથી મદદ મળી શકે છે અને સકારાત્મક સંબંધોને પ્રોત્સાહન મળી શકે છે. જ્યારે તમે તમારા સહકર્મચારી અને ઉપરી અધિકારીઓ સાથે ખુલીને વાતચીત કરી શકો છો, ત્યારે તમે તમારા કામ સાથે વધુ જોડાણ અનુભવો છો. તે સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે અને તણાવ ઘટાડે છે. આ બર્નઆઉટને નોંધપાત્ર રીતે અટકાવી શકે છે.
વર્ચ્યુઅલ ટીમ સાથે જોડાઓ
જ્યારે કર્મચારીઓ અને સંસ્થા બંને એકબીજાને ટેકો આપે છે અને પ્રોત્સાહિત કરે છે ત્યારે સાચું જોડાણ બને છે. ઓફિસમાં મજબૂત સંબંધો તણાવને અટકાવે છે અને સહયોગ અને અનૌપચારિક નેટવર્કિંગ દ્વારા તેને વધારી શકાય છે. જો તમે હાઈબ્રિડ મોડેલમાં કામ કરો છો, તો નિયમિત ચેક-ઈન અને વર્ચ્યુઅલ મીટિંગ્સ દ્વારા તમારી ટીમ સાથે જોડાયેલા રહો. આ પરિચિતતા વધારે છે. જો હજુ પણ કોઈ મતભેદ ઉદ્ભવે છે, તો સમયસર ચર્ચા કરવી અને તેનું નિરાકરણ કરવું શ્રેષ્ઠ છે. કારણ કે તેનાથી વિશ્વાસ જળવાઈ છે.
તમારી જાતને ઓછી ન આંકશો
જ્યારે તમને લાગે છે કે તમારી મહેનતની કદર નથી થતી, ત્યારે તમારામાં ગુસ્સો અને હતાશા ઉત્પન્ન થાય છે. આનાથી નોકરી છોડવાની ઈચ્છા થઈ શકે છે. પરંતુ જ્યારે વર્કપ્લેસ પર ખુલીને ફીડબેક આપવા અને લેવાને પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે તમે સુરક્ષિત અને સમ્માનિત અનુભવો છો. આવા વાતાવરણમાં, તમે નોકરી છોડવાની શક્યતા ઓછી હોય છે.

