JOB / 12 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક, ઈન્ડિયન ઓઈલમાં નીકળી એપ્રેન્ટિસની ભરતી

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ પાઈપલાઈન વિભાગમાં એપ્રેન્ટિસશિપ ભરતી માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી ઝુંબેશ દ્વારા દેશના વિવિધ પ્રદેશોમાં કુલ 394જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે.
IOCL દ્વારા આ ભરતી ઝુંબેશ પાઈપલાઈન વિભાગ હેઠળ બહાર પાડવામાં આવી છે. તેમાં ટેકનિકલ અને નોન-ટેકનિકલ બંને પ્રકારના એપ્રેન્ટિસ પદોનો સમાવેશ થાય છે. પસંદ કરાયેલા ઉમેદવારોને ચોક્કસ સમયગાળા માટે એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ મળશે, જે તેમને ભવિષ્યમાં વધુ સારી કારકિર્દીની તકો પૂરી પાડશે.
શૈક્ષણિક લાયકાત
અરજી કરનારા ઉમેદવારોએ 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અથવા ITI ડિગ્રી પૂર્ણ કરી હોવી જોઈએ. કેટલીક જગ્યાઓ માટે ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન પણ જરૂરી છે. શૈક્ષણિક લાયકાત પદ પ્રમાણે અલગ-અલગ છે, તેથી અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ચેક કરવું જરૂરી છે.
વય મર્યાદા
આ જગ્યાઓ માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર વય છૂટછાટ મળશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
IOCL પાઈપલાઈન ડિવિઝન એપ્રેન્ટિસશિપ 2026 માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 10 ફેબ્રુઆરી, 2026 છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા apprenticeshipindia.gov.in અથવા nats.education.gov.in પર રજીસ્ટ્રેશન કરાવો.
- આ પછી રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા પોર્ટલ પર લોગિન કરો.
- ત્યારબાદ Apply Online વિકલ્પ પર જાઓ અને ફોર્મ ભરો.
- તમારો ફોટો-સાઈન અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- છેલ્લે અરજી ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

