Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Application process begins for recruitment to 260 posts in Indian Navy

Indian Navy Recruitment / ભારતીય નૌકાદળમાં 260 જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ, અહીં જાણો વિગતો

Timeછેલ્લું અપડેટ : 26 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Indian Navy Recruitment / ભારતીય નૌકાદળમાં 260 જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ, અહીં જાણો વિગતો
સોર્સ : GSTV

ભારતીય નૌકાદળે વર્ષ 2026 માટે શોર્ટ સર્વિસ કમિશન (SSC) ઓફિસર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી એવા યુવાનો માટે એક સુવર્ણ તક છે જેઓ પ્રતિષ્ઠિત અને સુરક્ષિત કારકિર્દી બનાવવા સાથે દેશની સેવા પણ કરવા માંગે છે. પસંદ કરાયેલા ઉમેદવારોને સબ લેફ્ટનન્ટના પદ પર નિયુક્ત કરવામાં આવશે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, રસ ધરાવતા ઉમેદવારો 24 ફેબ્રુઆરી, 2026 સુધી સત્તાવાર વેબસાઈટ joinindiannavy.gov.in પર અરજી કરી શકે છે.

App Store

260 જગ્યાઓ પર ભરતી થશે

આ ભારતીય નૌકાદળ ભરતી ઝુંબેશ દ્વારા કુલ 260 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ઝુંબેશમાં એક્ઝિક્યુટિવ, એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ, એજ્યુકેશન, લોજિસ્ટિક્સ, પાયલોટ અને સબમરીન ટેકનિકલ જેવી ઘણી મુખ્ય શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલીક શાખાઓ માટે પુરૂષ અને સ્ત્રી બંને ઉમેદવારો અરજી કરી શકે છે, જ્યારે સબમરીન સંબંધિત ટેકનિકલ શાખાઓ ફક્ત પુરૂષ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. આ ભરતી યુવાનોને નૌકાદળના ટેકનિકલ, વહીવટી અને ઓપરેશનલ ક્ષેત્રોમાં કામ કરવાની તક પૂરી પાડે છે.

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ભરતી વિવિધ શૈક્ષણિક બેકગ્રાઉન્ડના ઉમેદવારો માટે સારી તક છે. અરજી કરવા માટે  BE/B.Tech ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ જરૂરી છે. લોજિસ્ટિક્સ શાખા માટે MBA, B.Com, B.Sc, MCA અને M.Sc જેવી ડિગ્રીઓ માન્ય છે. શિક્ષણ શાખા માટે MA, MSc, ME, અથવા M.Tech ડિગ્રી ફરજિયાત છે. કેટલીક શાખાઓ માટે 10 અને 12 પાસ ઉમેદવારો પણ અરજી શકે છે.

વય મર્યાદા

વય મર્યાદા શાખા પ્રમાણે અલગ-અલગ છે, પરંતુ સામાન્ય રીતે ઉમેદવારોનો જન્મ 2 જાન્યુઆરી, 2002 અને 1 જાન્યુઆરી, 2008ની વચ્ચે થયો હોવો જોઈએ. પસંદ કરાયેલા ઉમેદવારોને સબ લેફ્ટનન્ટના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવશે, જેનો પ્રારંભિક પગાર આશરે 1,25,000 રૂપિયા પ્રતિ માસ હશે. પાયલોટ અને સબમરીન શાખાઓ માટે વધારાના ભથ્થા પણ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં શૈક્ષણિક સ્કોર્સના આધારે શોર્ટલિસ્ટિંગનો સમાવેશ થશે, ત્યારબાદ SSB ઇન્ટરવ્યુ અને મેડિકલ ટેસ્ટ થશે. SSB સ્કોર્સ અને મેડિકલ ફિટનેસના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે.