BANK JOB / સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 350 જગ્યાઓ પર નીકળી ભરતી, આ ડિગ્રી ધરવતા ઉમેદવારો માટે મોટી તક

જો તમે બેંકિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ફોરેન એક્સચેન્જ ઓફિસર અને માર્કેટિંગ ઓફિસરના પદો માટે અરજીઓ મંગાવી છે. આ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 ફેબ્રુઆરી, 2026 છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 350 જગ્યાઓ ભરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
ફોરેન એક્સચેન્જ ઓફિસર (મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ III): આ પદ માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)/યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા માન્ય યુનિવર્સિટી/કોલેજમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ફૂલ ટાઈમ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. CFA/CA અને સંબંધિત પ્રવાહમાં MBA જેવી લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
માર્કેટિંગ ઓફિસર (જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ I): આ પદ માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)/યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા માન્ય યુનિવર્સિટી/કોલેજમાંથી ફૂલ ટાઈમ ગ્રેજ્યુએશન અને બે વર્ષનો ફૂલ ટાઈમ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)/પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન બિઝનેસ એનાલિટિક્સ (PGDBA)/પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન બિઝનેસ મેનેજમેન્ટ (PGDBM)/પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ (PGPM)/પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેનેજમેન્ટ (PGDM) કરેલું હોવું જોઈએ, જેમાં માર્કેટિંગમાં સ્પેશિયલાઈઝેશન હોવું જોઈએ.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા બેંકની સત્તાવાર વેબસાઈટ centralbank.bank.in ની મુલાકાત લો.
- ત્યારબાદ હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો.
- આ પછી રજીસ્ટ્રેશન કરીને અરજી ફોર્મ ભરી લો.
- હવે અરજી ફી ભરીને ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન લેખિત પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષામાં 100 માર્ક્સના 100 પ્રશ્નો હશે. પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો રહેશે. લેખિત પરીક્ષામાં ક્વોલિફાઈંગ માર્ક્સ બિનઅનામત/EWS કેટેગરીના ઉમેદવારો માટે 50% અને SC/ST/OBC/PwBD ઉમેદવારો માટે 45% રહેશે.

