Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Applications for IAF Agniveer Recruitment 2026 has started

IAF Agniveer / એરફોર્સ અગ્નિવીર વાયુની ભરતી માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, અહીં જાણો લાયકાત સહિતની વિગતો

Timeછેલ્લું અપડેટ : 13 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IAF Agniveer / એરફોર્સ અગ્નિવીર વાયુની ભરતી માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, અહીં જાણો લાયકાત સહિતની વિગતો
સોર્સ : GSTV

ભારતીય વાયુસેનામાં જોડાવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુ (INTAKE 01/2027) ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી અરજી પ્રક્રિયા શરૂ કરી છે. જે ઉમેદવારો પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે તેઓ સત્તાવાર વેબસાઈટ agnipathvayu.cdac.in ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી, 2026 છે.

App Store

શૈક્ષણિક લાયકાત

વાયુસેના અગ્નિવીર વાયુ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી મેથ્સ, ફિઝીક્સ અને ઈંગ્લિશ વિષયો સાથે ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 12મું પાસ કર્યું હોવું જોઈએ અથવા મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કમ્પ્યુટર સાયન્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી વગેરેમાં એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે બે વર્ષનો વોકેશનલ કોર્સ કરેલો હોવો જોઈએ.

વય મર્યાદા

આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 17.5 વર્ષ અને વધુમાં વધુ 21 વર્ષની હોવી જોઈએ, એટલે કે તેમનો જન્મ 1 જાન્યુઆરી, 2006 પહેલા અને 1 જુલાઈ, 2009 પછી ન થયો હોવો જોઈએ. વધુમાં, પુરૂષ અને સ્ત્રી બંને ઉમેદવારોની ઊંચાઈ ઓછામાં ઓછી 152 સેમી હોવી જોઈએ. રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે છે.

અરજી ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ agnipathvayu.cdac.in ની મુલાકાત લો.
  • હવે હોમ પેજ પર IAF AGNIVEERVAYU INTAKE 01/2027 લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવા પેજ પર રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરી રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
  • આ પછી લોગિન કરીને જરૂરી વિગતો ભરીને ફોર્મ પૂર્ણ કરો.
  • છેલ્લે જરૂરી ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

અરજી ફી

ભારતીય વાયુસેના અગ્નિવીર પદો માટે અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ 550 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. ફી ઓનલાઈન ચૂકવી શકાય છે. ભરતી અંગે વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકે છે.