Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Indian Navy 10+2 B.Tech entry 2026 notification released

Indian Navy 10+2 B.Tech એન્ટ્રી 2026 માટે બહાર પડ્યું નોટિફિકેશન, જાણો કોણ કરી શકે છે અરજી

Timeછેલ્લું અપડેટ : 05 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય નૌકાદળમાં અધિકારી બનવાનું સ્વપ્ન જોતા 12 ધોરણના પાસ ઉમેદવારો માટે એક મોટી તક આવી છે. ભારતીય નૌકાદળે 10+2 (B.Tech) કેડેટ એન્ટ્રી સ્કીમ 2026 હેઠળ નવી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સ્કીમ યુવાનોને સીધા કાયમી કમિશન્ડ ઓફિસર બનવાની તક પૂરી પાડશે. ખાસ વાત એ છે કે આમાં કોઈ લેખિત પરીક્ષા નહીં હોય, તેના બદલે, ઉમેદવારોને તેમના JEE મેઈન્સ સ્કોર્સના આધારે SSB ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. રસ ધરાવતા અપરિણીત પુરૂષ અને મહિલા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

App Store

ભારતીય નૌકાદળ 10+2 B.Tech પ્રવેશ યોજના 2026

ભારતીય નૌકાદળની આ ભરતી હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારો કેરળના એઝિમાલામાં પ્રતિષ્ઠિત ભારતીય નૌકાદળ એકેડેમી ખાતે ચાર વર્ષનો B.Tech કોર્સ પૂર્ણ કરશે. આ ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી, ઉમેદવારોને B.Tech કેડેટ એન્ટ્રી સ્કીમ હેઠળ કાયમી કમિશન્ડ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવશે.

અરજીની તારીખ

આ ભરતી એક્ઝિક્યુટિવ અને ટેકનિકલ બ્રાન્ચ માટે ખુલ્લી છે, જેમાં કુલ 44 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હશે. અરજીઓ 3 જાન્યુઆરી, 2026ના રોજ શરૂ થઈ ગઈ છે, જેની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી, 2026 છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ (PCM) વિષયો સાથે 12મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 70% માર્ક્સ હોવા જોઈએ. આ સાથે અંગ્રેજીમાં પણ ઓછામાં ઓછા 50% માર્ક્સ જરૂરી છે. ઉમેદવારોએ JEE (મેઈન્સ) 2025 પરીક્ષામાં પણ આપેલી હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા નહીં હોય. ઉમેદવારોને JEE મેઈન્સ 2025ની કોમન રેન્ક લિસ્ટ (CRL) ના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને માર્ચ 2026માં SSB ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે, જે બેંગલુરુ, ભોપાલ, કોલકાતા અને વિશાખાપટ્ટનમમાં યોજાશે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઈટ, www.joinindiannavy.gov.in ની મુલાકાત લો.
  • આ પછી હોમપેજ પર Indian Navy B.Tech Entry Scheme લિંક પર ક્લિક કરો.
  • હવે જરૂરી માહિતી આપીને રજીસ્ટ્રેશન કરો, પછી લોગ ઈન કરો અને અરજી ફોર્મ ભરો.
  • આ પછી તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સાઈન અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો
  • છેલ્લે ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.