Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : RRB Isolated Categories Recruitment 2026 for these candidates

Railway Job / RRBએ 300થી વધુ જગ્યાઓ પર બહાર પાડી ભરતી, આ ઉમેદવારો માટે છે શાનદાર તક

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Railway Job / RRBએ 300થી વધુ જગ્યાઓ પર બહાર પાડી ભરતી, આ ઉમેદવારો માટે છે શાનદાર તક
સોર્સ : GSTV

12મું ધોરણ પાસ કર્યા બાદ કે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ ઘણા ઉમેદવારો સરકારી નોકરીની તૈયારી કરવા લાગે છે, ઘણા એવા ઉમેદવારો છે જે સરકારી નોકરી મેળવવા માટે વર્ષો સુધી મહેનત કરે છે અને નોકરી મેળવવાની નવી તકો શોધે છે. આવી સ્થિતિમાં લો ગ્રેજ્યુએટ અને 12મું પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ તેની આઇસોલેટેડ કેટેગરી હેઠળ વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 29 જાન્યુઆરી, 2026ના રોજ અથવા તે પહેલા RRBની સત્તાવાર વેબસાઈટ rrbcdg.gov.in પર અરજી કરી શકે છે. અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2026 છે.

App Store

આ ખાલી જગ્યા હેઠળ ભરતી બોર્ડ કુલ 312 જગ્યાઓ ભરશે. આ જગ્યાઓમાં પબ્લિક પ્રોસિક્યુટર, જુનિયર ટ્રાન્સલેટર (હિન્દી), સિનિયર પબ્લિસિટી ઈન્સ્પેક્ટર, સ્ટાફ અને વેલફેર ઈન્સ્પેક્ટર, સાયન્ટીફીક આસિસ્ટન્ટ (ટ્રેનિંગ), ચીફ લો આસિસ્ટન્ટ અને ઘણી બધી જગ્યાઓનો સમાવેશ થાય છે.

ખાલી જગ્યાઓની વિગતો

  • ચીફ લો આસિસ્ટન્ટ - 22
  • પબ્લિક પ્રોસિક્યુટર - 7
  • જુનિયર ટ્રાન્સલેટર (હિન્દી) - 202
  • સિનિયર પબ્લિસિટી ઈન્સ્પેક્ટર - 15
  • સ્ટાફ અને વેલફેર ઈન્સ્પેક્ટર - 24
  • સાયન્ટીફીક આસિસ્ટન્ટ (ટ્રેનિંગ) - 2
  • લેબ આસિસ્ટન્ટ ગ્રેડ III (રસાયણશાસ્ત્રી અને ધાતુશાસ્ત્રી) - 39
  • સાયન્ટીફીક સુપરવાઇઝર/અર્ગોનોમિક્સ અને ટ્રેનિંગ - 1

અરજી કોણ કરી શકે છે?

ચીફ લો આસિસ્ટન્ટની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ત્રણ વર્ષની લોની ડિગ્રી હોવી જોઈએ. જુનિયર ટ્રાન્સલેટરની જગ્યા માટે ઉમેદવારો પાસે હિન્દીમાં માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે. સિનિયર પબ્લિસિટી ઈન્સ્પેક્ટરની જગ્યા માટે માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી અને જાહેર સંબંધો/જાહેરાત/પત્રકારત્વ/માસ કોમ્યુનિકેશનમાં ડિપ્લોમા હોવો આવશ્યક છે. લેબ આસિસ્ટન્ટ ગ્રેડ IIIની જગ્યા માટે ઉમેદવારોએ વિજ્ઞાન પ્રવાહ સાથે 12મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. અન્ય જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની જાણકારી માટે તમે સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકો છો.

અરજી કેવી રીતે કરવી?

  • RRBની સત્તાવાર વેબસાઈટ rrbcdg.gov.in ની મુલાકાત લો.
  • આઈસોલેટેડ કેટેગરી વેકેન્સી ટેબ પર ક્લિક કરો.
  • હવે અરજી માટેની લિંક પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન કરો.
  • અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ફોર્મ ક્રોસચેક કરો અને તેને સબમિટ કરો.
  • છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

પસંદગી પ્રક્રિયા

આ વિવિધ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી CBT પરીક્ષા, સ્કિલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે. પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને જ આગળની પસંદગી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.