Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Application process has started for 514 posts in Bank of India

BANK JOB / બેંક ઓફ ઈન્ડિયામાં 514 જગ્યાઓ માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, સેલેરી 1 લાખથી વધુ

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
BANK JOB / બેંક ઓફ ઈન્ડિયામાં 514 જગ્યાઓ માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, સેલેરી 1 લાખથી વધુ
સોર્સ : GSTV

બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક મોટી તક ઉભી થઈ છે. બેંક ઓફ ઈન્ડિયા (BOI) એ વર્ષ 2025-26 માટે ક્રેડિટ ઓફિસરની જગ્યાઓ ભરતી માટે એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા, બેંક તેના જનરલ બેંકિંગ ઓફિસર (GBO) સ્ટ્રીમ હેઠળ કુલ 514 ખાલી જગ્યાઓ ભરી રહી છે. આ ભરતી ખાસ કરીને અનુભવી પ્રોફેશનલ્સ માટે છે જે બેંકના ક્રેડિટ ઓપરેશન્સ અને રિસ્ક મેનેજમેન્ટ વિભાગોને મજબૂત બનાવશે.

App Store

ખાલી જગ્યાઓની વિગતો

બેંકે આ 514 પદોને મેનેજમેન્ટના ત્રણ અલગ અલગ સ્તરોમાં વિભાજિત કર્યા છે. સૌથી વધુ ખાલી જગ્યાઓ મિડ-લેવલ માટે છે, એટલે કે મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-II (MMGS-II) માટે છે, તેમાં 418 જગ્યાઓ ખાલી છે. આ સિવાય મિડ-સિનિયર લેવલ (MMGS-III) પર 60 અને સિનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-IV (SMGS-IV) પર 36 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. બેંકિંગ અને ફાઈનાન્સમાં CA, CFA, ICWA અથવા MBA જેવી પ્રોફેશનલ ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

વય મર્યાદા

1 નવેમ્બર, 2025 સુધીમાં, MMGS-II માટે વય મર્યાદા 25થી 35 વર્ષ, MMGS-III માટે 28થી 38 વર્ષ અને SMGS-IV માટે 30થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી નિયમો અનુસાર રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. અનુભવની વાત કરીએ તો MMGS-II પદો માટે ઓછામાં ઓછા 3 વર્ષનો અધિકારી અનુભવ જરૂરી છે, જેમાંથી 2 વર્ષ ક્રેડિટ ક્ષેત્રમાં હોવા જોઈએ. ઉચ્ચ પદો માટે, 5થી 8 વર્ષનો કાર્ય અનુભવ જરૂરી છે.

સેલેરી

  • ગ્રેડ સ્કેલ-II માટે દર મહિને 67,160થી 93,960 રૂપિયા
  • ગ્રેડ સ્કેલ-III માટે દર મહિને 99,320થી 105,280 રૂપિયા
  • ગ્રેડ સ્કેલ-IV માટે દર મહિને 1,14,220થી 1,20,940 રૂપિયા

અરજી પ્રક્રિયા

રસ ધરાવતા ઉમેદવારો બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ bankofindia.bank.in ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 જાન્યુઆરી, 2026 છે. ઉમેદવારોને છેલ્લી ઘડીની ઉતાવળ ટાળવા માટે સમયસર અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે ઓનલાઈન પરીક્ષા અને ઇન્ટરવ્યુ પર આધારિત હશે. ઓનલાઈન પરીક્ષામાં ઉમેદવારોના પ્રોફેશનલ નોલેજ, રિઝનીંગ અને કવાંટિટેટિવ એપ્ટીટ્યુડનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષા પછી, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.