Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : IOCL Recruitment 2025 for junior engineering post

JOB / IOCLમાં જુનિયર એન્જિનિયરની જગ્યા માટે નીકળી ભરતી, આ તારીખ સુધીમાં કરી લો અરજી

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
JOB / IOCLમાં જુનિયર એન્જિનિયરની જગ્યા માટે નીકળી ભરતી, આ તારીખ સુધીમાં કરી લો અરજી
સોર્સ : GSTV

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા જુનિયર એન્જિનિયરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. IOCLની આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. IOCLએ કુલ 394 જગ્યાઓ માટે ભરતી માટેનોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 9 જાન્યુઆરી, 2026 છે.

App Store

શૈક્ષણિક લાયકાત

અરજી કરવા માટે ઉમેદવારો પાસે કોઈ માન્યતા પ્રાપ્ત ભારતીય સંસ્થામાંથી કેમિકલ એન્જિનિયરિંગ, કેમિકલ ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ વગેરેમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અને અન્ય જરૂરી લાયકાત હોવી આવશ્યક છે.

વય મર્યાદા

જુનિયર એન્જિનિયરની જગ્યાઓ માટે અરજી કરવા માટેની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે અને મહત્તમ ઉંમર 26 વર્ષ છે. ઉમેદવારોની ઉંમર 31 ડિસેમ્બર, 2025 મુજબ ગણવામાં આવશે. આ સિવાય SC અને ST કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે અને OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળશે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ www.iocl.com ની મુલાકાત લો.
  • વેબસાઈટના હોમપેજ પર 'What’s New' વિભાગ પર ક્લિક કરો.
  • આ પછી "Click here to Apply Online" લિંક પર ક્લિક કરો.
  • લિંક પર ક્લિક કર્યા પછી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  • છેલ્લે, અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

સેલેરી

જુનિયર એન્જિનિયરની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 25,000થી 1,05,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.