Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Bumper recruitment in BSF golden opportunity for 10 pass candidates

JOB / BSFમાં નીકળી બમ્પર ભરતી, 10 પાસ ઉમેદવારો માટે છે સુવર્ણ તક; અહીં જાણો વિગતો

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
JOB / BSFમાં નીકળી બમ્પર ભરતી, 10 પાસ ઉમેદવારો માટે છે સુવર્ણ તક; અહીં જાણો વિગતો
સોર્સ : GSTV

દેશની આંતરરાષ્ટ્રીય સરહદોને સુરક્ષિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ એક મહત્ત્વપૂર્ણ તકની જાહેરાત કરી છે. BSF કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2025 હેઠળ કુલ 549 જગ્યાઓ પર ભરવા માટે એક સત્તાવાર નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. આ ભરતી ઝુંબેશ ખાસ કરીને એવા ખેલાડીઓ માટે હાથ ધરવામાં આવી રહી છે જેમણે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં સારું પ્રદર્શન કર્યું છે.

App Store

આ ભરતી ઝુંબેશ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 27 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 15 જાન્યુઆરી, 2026 સુધી BSFની સત્તાવાર ભરતી વેબસાઈટ પર અરજી કરી શકે છે.

10મું પાસ ખેલાડીઓને મોટી તક મળશે

આ ભરતી ઝુંબેશની ખાસ વાત એ છે કે માત્ર 10મું ધોરણ પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. BSF કોન્સ્ટેબલ GD સ્પોર્ટ્સ ક્વોટા ભરતીમાં એથ્લેટિક્સ, બોક્સિંગ, કુસ્તી, હોકી, ફૂટબોલ, કબડ્ડી, વોલીબોલ, શૂટિંગ, સ્વિમિંગ, યોગ સહિત 30થી વધુ રમતો શાખાઓનો સમાવેશ થાય છે, જે વિવિધ રમતોના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સમાન તકો સુનિશ્ચિત કરે છે.

ખાલી જગ્યાની વિગત

કુલ 549 જગ્યાઓમાંથી 277 જગ્યા પુરૂષ ખેલાડીઓ માટે અને 272 મહિલા ખેલાડીઓ માટે અનામત છે. રમત મુજબ જગ્યાઓનું વિતરણ એવી રીતે કરવામાં આવ્યું છે કે લગભગ તમામ મુખ્ય રમતોના ખેલાડીઓને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળે છે.

વય મર્યાદા

આ ભરતી માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 23 વર્ષ છે. ઉંમર 18 ઓગસ્ટ, 2025થી ગણવામાં આવશે. સરકારી નિયમો અનુસાર રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળશે, જ્યારે OBC (નોન-ક્રીમી લેયર) કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ મળશે.

પગાર અને અન્ય લાભો

પસંદ કરાયેલા ઉમેદવારોને પે લેવલ-3 હેઠળ દર મહિને 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા સુધીનો પગાર મળશે. તેમને કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડતા તમામ ભથ્થાં, જેમ કે મોંઘવારી ભથ્થું, ઘર ભાડું ભથ્થું, પરિવહન ભથ્થું અને નવી પેન્શન યોજના પણ મળશે.

પસંદગી પ્રક્રિયા

BSF કોન્સ્ટેબલ (GD) સ્પોર્ટ્સ ક્વોટા ભરતી માટેની પસંદગી પ્રક્રિયા અનેક તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ, ઓનલાઈન અરજીઓ અને રમતગમત પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મૂળ શૈક્ષણિક અને રમતગમત સર્ટિફિકેટના વેરિએશનનો સમાવેશ થશે. આ પછી શારીરિક ધોરણ પરીક્ષણ (PST) કરવામાં આવશે.

અંતિમ તબક્કામાં રમતગમતની સિદ્ધિઓના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને પસંદગી પહેલા મેડિકલ ફિટનેસ ટેસ્ટ ફરજિયાત રહેશે. અંતિમ પસંદગી ફક્ત રમતગમતના પ્રદર્શન, યોગ્યતા અને મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

અરજી ફી

જનરલ અને OBC કેટેગરીના પુઋષ ઉમેદવારોએ 159 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. મહિલા ઉમેદવારો અને SC/ST કેટેગરીના ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી.

આ રીતે અરજી કરો

  • BSF ભરતીની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • હોમપેજ પર 'કોન્સ્ટેબલ (GD) સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2025' લિંક પર ક્લિક કરો.
  • ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો.
  • આ પછી અરજી ફોર્મમાં વ્યક્તિગત, શૈક્ષણિક અને રમતગમત સંબંધિત વિગતો ભરો.
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.
  • જો લાગુ પડતી હોય તો, અરજી ફી ચૂકવો.
  • ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.