IBPS RRB PO Mains 2025 માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, જાણો કેવી રીતે કરવું ડાઉનલોડ

ગ્રામીણ બેંકોમાં અધિકારી બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર. IBPSએ RRB PO Mains 2025 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યા છે. પ્રિલિમ્સ પાસ કરનારા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષામાં બેસવા માટે એડમિટ કાર્ડ ફરજિયાત ડોક્યુમેન્ટ છે.
IBPS દ્વારા આયોજિત RRB ભરતી પ્રક્રિયાના ભાગ રૂપે પ્રોબેશનરી ઓફિસર અને અન્ય સ્કેલ હોદ્દાઓ માટે મેઈન્સ લેવામાં આવે છે. આ તબક્કા માટે પસંદ કરાયેલા ઉમેદવારો માટે એડમિટ કાર્ડ હવે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કોઈપણ ઉમેદવારને એડમિટ કાર્ડ વિના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી નહીં આપવામાં આવે.
IBPS RRB PO Mains ક્યારે યોજાશે?
IBPS RRB PO મેઈન્સ 28 ડિસેમ્બર, 2025ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. પરીક્ષા કમ્પ્યુટર આધારિત હશે અને તેમાં રિઝનીંગ, કવાંટિટેટિવ એપ્ટીટ્યુડ, જનરલ અવેરનેસ અને પ્રોફેશનલ નોલેજ જેવા વિષયો આવરી લેવામાં આવશે.
ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડમાં નામ, રોલ નંબર, પરીક્ષા તારીખ, સમય અને પરીક્ષા કેન્દ્રનું સરનામું કાળજીપૂર્વક ચેક કરી લેવું જોઈએ. જો કોઈ ભૂલ જણાય, તો તાત્કાલિક IBPSની સત્તાવાર હેલ્પલાઈનનો સંપર્ક કરો.
જરૂરી ડોક્યુમેન્ટ
ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર નીચેના ડોક્યુમેન્ટ પોતાની સાથે રાખવા પડશે.
- IBPS RRB PO મેન્સ એડમિટ કાર્ડની પ્રિન્ટ.
- માન્ય ફોટો આઈડી (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, વગેરે)
- પાસપોર્ટ-સાઈઝનો ફોટો
ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સલાહ
પરીક્ષા પહેલા એડમિટ કાર્ડ પરની બધી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો. સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચો અને કોઈપણ અયોગ્ય વસ્તુઓ લઈ જવાનું ટાળો. મોબાઈલ ફોન, સ્માર્ટવોચ અથવા અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પર પ્રતિબંધ હોય છે. ઉમેદવારોને કોઈપણ અસુવિધા ટાળવા માટે પરીક્ષાના એક દિવસ પહેલા તેમના પરીક્ષા કેન્દ્રનું સ્થાન સારી રીતે સમજવાની પણ સલાહ આપવામાં આવે છે. જો પરીક્ષા દરમિયાન કોઈ સલામતી નિયમો લાગુ પડે છે, તો તેનું પાલન કરવું આવશ્યક છે. પરીક્ષા આપતી વખતે સૂચનાઓ પર ધ્યાન આપો અને બધા પ્રશ્નો યોગ્ય રીતે સોલ્વ કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ પર ધ્યાન આપો.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌપ્રથમ, IBPSની સત્તાવાર વેબસાઈટ ibps.in ની મુલાકાત લો.
- હવે હોમપેજ પર CRP RRBs સંબંધિત લિંક પર ક્લિક કરો.
- RRB PO મેન્સ એડમિટ કાર્ડ 2025 માટેની લિંક પે ક્લિક કરો.
- તમારો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ અથવા જન્મ તારીખ દાખલ કરો.
- સબમિશન પછી એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
- એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.

