Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : SBI SO Recruitment 2026 last date extend

SBIમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા પર અરજી કરવાની તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી કરી શકશો એપ્લાઈ

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
SBIમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા પર અરજી કરવાની તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી કરી શકશો એપ્લાઈ
સોર્સ : GSTV

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. જે ઉમેદવારો કોઈ કારણોસર અરજી નથી કરી શક્યા, તેઓ હવે SBIની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે. સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. તેથી બધા ઉમેદવારોને સમયમર્યાદા પહેલા અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

App Store

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે ભારતની માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય 42 વર્ષ છે. રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારોને માટે વય મર્યાદામાં છૂટછાટ મળશે.

અરજી ફી

સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે અરજી કરતા ઉમેદવારોએ ફી ચૂકવવાની રહેશે. જનરલ, OBC અને EWS કેટગરીના ઉમેદવારોએ 750 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અરજી કરવાની રીત

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ sbi.bank.in ની મુલાકાત લો.
  • પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • હવે તેમાં તમારી વ્યક્તિગત માહિતી દાખલ કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી ઓનલાઈન ચૂકવો.
  • છેલ્લેફોર્મ સબમિટ કરીને તેની પ્રિન્ટ કાઢી લો.