EXAM / IBPSએ જાહેર કર્યું PO, SO અને અન્ય પરીક્ષાઓનું શેડ્યૂલ, જાણો પ્રિલિમ્સ અને મેઈન્સની તારીખો

ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ તેની સત્તાવાર વેબસાઈટ ibps.in પર આ વર્ષ એટલે કે 2026 માટે પરીક્ષાનું કેલેન્ડર બહાર પાડ્યું છે. કેલેન્ડરમાં પ્રોબેશનરી ઓફિસર (PO), ક્લાર્ક (કસ્ટમર સર્વિસ એસોસિયેટ), સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) અને રિજનલ રૂરલ બેંક (RRB) પદ સહિતની તમામ મુખ્ય IBPS બેંક પરીક્ષાઓ માટે ટેન્ટેટીવ તારીખો આપવામાં આવી છે. કેલેન્ડરમાં પ્રિલિમ્સ અને મેઈન્સ બંને પરીક્ષાઓની તારીખો શામેલ છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને કેલેન્ડર ચેક કરી શકે છે.
ટેન્ટેટીવ શેડ્યૂલ
IBPS પ્રોબેશનરી ઓફિસર (PO)
- પ્રિલિમ્સ - 22 અને 23 ઓગસ્ટ, 2026
- મેઈન્સ - 4 ઓક્ટોબર, 2026
IBPS સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO)
- પ્રિલિમ્સ - 29 ઓગસ્ટ, 2026
- મેઈન્સ - 1 નવેમ્બર, 2026
IBPS ક્લાર્ક (CSA)
- પ્રિલિમ્સ - 10 અને 11 ઓક્ટોબર, 2026
- મેઈન્સ - 27 ડિસેમ્બર, 2026
IBPS RRB ઓફિસર સ્કેલ I
- પ્રિલિમ્સ - 21 અને 22 નવેમ્બર, 2026
- મેઈન્સ - 20 અથવા 27 ડિસેમ્બર, 2026
IBPS RRB ઓફિસર આસિસ્ટન્ટ
- પ્રિલિમ્સ - 6, 12 અને 13 ડિસેમ્બર, 2026
- મેઈન્સ - 30 જાન્યુઆરી, 2027
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓફિશિયલ નોટિફિકેશન પ્રકાશિત થયા પછી તેને કાળજીપૂર્વક વાંચે. નોટિફિકેશનમાં પરીક્ષાની તારીખો, અરજી શરૂ થવાની અને સમાપ્ત થવાની તારીખો, લાયકાત અને પરીક્ષા કેન્દ્રો શામેલ હશે. ઉમેદવારોએ લેટેસ્ટ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ તપાસતી રહેવી જોઈએ.

