Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Registration process for JEE Mains 2026 Session 2 has begun

JEE Mains 2026 Session 2 માટે શરૂ થઈ ગઈ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, જાણો કેવી રીતે કરવી અરજી

Timeછેલ્લું અપડેટ : 02 Feb 2026
લાઇવ ટીવીGoogle News
JEE Mains 2026 Session 2 માટે શરૂ થઈ ગઈ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, જાણો કેવી રીતે કરવી અરજી
સોર્સ : GSTV

જો તમે JEE Mains સેશન 2 એટલે કે એપ્રિલ સેશન માટે અરજી કરવામાં રસ ધરાવો છો, તો આ સમાચાર તમારા માટે છે. JEE Mains 2026 સેશન 2 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in ની મુલાકાત લઈને તેમનું ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી, 2026 છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલા અરજી કરી લેવી જોઈએ. ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 25 ફેબ્રુઆરી, 2026 છે.

App Store

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ, jeemain.nta.nic.in ની મુલાકાત લો.
  • આ પછી હોમપેજ પર 'JEE Mains 2026 સેશન 2 રજીસ્ટ્રેશન' લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવો.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી અરજી ફોર્મ ભરો.
  • આ પછી અરજી ફી ભરીને  ફોર્મ સબમિટ કરો.
  • છેલ્લે કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ પણ કાઢી લો.

પરીક્ષા ક્યારે લેવાશે?

JEE Mains 2026 સેશન 2ની પરીક્ષા 2 એપ્રિલથી 9 એપ્રિલ, 2026 દરમિયાન લેવામાં આવશે.

ઉમેદવારોએ આ બાબતો ટાળવી જોઈએ

ઉમેદવારોને એક કરતાં વધુ અરજી ફોર્મ ભરવાની મંજૂરી નથી. એક કરતાં વધુ અરજી નંબર ધરાવતા કોઈપણ ઉમેદવારને UFM (Unfair Means) ગણવામાં આવશે, ભલે તેની જન પછીથી થઈ હોય. આવા ઉમેદવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઈ ઉમેદવારને JEE Mains 2026 માટે અરજી કરવામાં કોઈ સમસ્યા આવે, તો તેઓ 011-40759000 / 011-69227700 પર સંપર્ક કરી શકે છે અથવા [email protected] પર ઈ-મેઈલ કરી શકે છે. ઉમેદવારોને લેટેસ્ટ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.