JOB / ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં 100થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સુવર્ણ તક
જો તમે ગ્રેજ્યુએટ છો અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) માં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક

જો તમે ગ્રેજ્યુએટ છો અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) માં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે 2026ની બેચ માટે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ગ્રુપ ‘એ’ ગેઝેટેડ ઓફિસર) ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની સત્તાવાર વેબસાઈટ, indiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકે છે.
આ પણ વાંચો: JOB / આ બેંકમાં પરીક્ષા વગર મળશે શાનદાર નોકરી! જાણો દરેક વિગતો
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો આ જગ્યાઓ માટે 24 ડિસેમ્બર, 2024 સુધી અરજી કરી શકશે. આ ભરતી જનરલ ડ્યુટી (GD) અને ટેકનિકલ બ્રાંચમાં કુલ 140 ખાલી જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યાની વિગત
- જનરલ ડ્યુટી (GD) - 110 જગ્યાઓ
- ટેકનિકલ બ્રાન્ચ (એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રિકલ) - 30 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
જનરલ ડ્યુટી (GD): આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે મેથ્સ અને ફિઝીક્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે.
ટેકનિકલ (એન્જિનિયરિંગ/ઇલેક્ટ્રિકલ): મેથ્સ અને ફિઝીક્સના વિષયો સાથે મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અથવા ઈલેક્ટ્રોનિક્સ જેવા સંબંધિત ક્ષેત્રોમાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ.
વય મર્યાદા
જે ઉમેદવારો ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા ઈચ્છે છે, તેમની વય મર્યાદા 21 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજી ફી
આ ભારતની માટે જનરલ અને OBCના ઉમેદવારો માટે અરજી ફી 300 રૂપિયા છે. જ્યારે SC અને STના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની નથી.
પગાર
- જનરલ ડ્યુટી (GD) - 56,100 રૂપિયા (પે લેવલ 10)
- ટેકનિકલ બ્રાન્ચ (એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રિકલ) - 56,100 રૂપિયા (પે લેવલ 10)
પસંદગી પ્રક્રિયા
- કોસ્ટ ગાર્ડ કોમન એડમિશન ટેસ્ટ (CGCAT): આ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ હશે.
- પ્રિલિમિનરી સિલેક્શન બોર્ડ (PSB): તેમાં ટેસ્ટ અને ગ્રુપ ડિસ્કશન હશે.
- ફાઈનલ સિલેક્શન બોર્ડ (FSB): તેમાં સાઈકોલોજિકલ ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ હશે.
- મેડિકલ ટેસ્ટ: પસંદ કરાયેલ ઉમેદવારોએ નિયુક્ત કેન્દ્રો પર મેડિકલ ટેસ્ટ કરાવવો પડશે.
- ફાઈનલ મેરિટ લિસ્ટઃ આ લિસ્ટ CGCAT અને FSBમાં પ્રદર્શનના આધારે તૈયાર કરવામાં આવશે.








