મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

દર મહીને 1.26 લાખ રૂપિયાનો પગાર જોઈએ છે? તો આ નોકરી માટે અત્યારે જ કરો અરજી

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની ઘણી જગ્યાઓ માટે લાયક ઉમેદ

દર મહીને 1.26 લાખ રૂપિયાનો પગાર જોઈએ છે? તો આ નોકરી માટે અત્યારે જ કરો અરજી

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની ઘણી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને GPSCની આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. અમે અહીં આ ભરતી સંબંધિત મહત્ત્વપૂર્ણ વિગતો શેર કરી રહ્યા છીએ. 

છેલ્લી તારીખ 

GPSC સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અરજીઓ 12મી ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે. આ સમય મર્યાદામાં નિયત ફોર્મેટમાં અરજી કરો.

જરૂરી લાયકાત

અરજી કરવા માટે, ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ આ ઉપરાંત તેને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. અરજી કરવાની વય મર્યાદા 20થી 35 વર્ષની રાખવામાં આવી છે અને અનામત વર્ગને સરકારના નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.

પસંદગી કેવી રીતે થશે?

GPSC ટેક્સ ઈન્સ્પેક્ટર પોસ્ટ્સ પર પસંદગી માટે, ઉમેદવારોએ વિવિધ સ્તરોની પરીક્ષાઓમાં હાજર રહેવું પડશે. આમાં પ્રિલિમ્સ અને મેઈન્સનો સમાવેશ થાય છે. સૌથી પહેલા સ્ક્રીનીંગ ટેસ્ટ હશે જે 200 માર્ક્સની હશે. આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ મેઈન્સ આપવાની રહેશે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 300 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

કેટલો પગાર મળશે?

આ પોસ્ટ્સ પર પસંદગી પામેલા ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે દર મહિને 49,600 રૂપિયા આપવામાં આવશે. જો પગાર ધોરણની વાત કરીએ તો તે 39,900 રૂપિયાથી 1,26,600 રૂપિયા સુધીની છે.

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in પર જાઓ
  • અહીં હોમપેજ પર Recruitment 2024 નામની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.
  • ⁠આ પછી, ખુલતા નવા પેજ પર તમારી જરૂરી વિગતો દાખલ કરો, અરજી ફોર્મ ભરો અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો.
  • આ પછી, તેની પ્રિન્ટ કાઢીને હાર્ડ કોપી તમારી સાથે રાખો. 
  • અન્ય કોઈપણ અપડેટ જાણવા માટે વેબસાઈટની મુલાકાત લેતા રહો.

આ સમાચાર શેર કરો